મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન


SHARE









મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તેની સાથોસાથ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન કરેલ છે જેનો લાભ લેવા માટે થઈને ધર્મપ્રેમી લોકોને માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે

આગામી તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે આ ઘડીને યાદગાર બનાવવા માટે જુદી જુદી જગ્યાઓ પર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ ૧૩૫ વર્ષ જૂના રામજી મંદિર ખાતે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે અને હાલમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે તા. ૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે રામચંદ્રજી મહારાજની શોભાયાત્રા રામજી મંદિર ચોકથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ ૧૨:૦૦ વાગ્યે રામજી મંદિર ખાતે મહા આરતી અને ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્વ સંધ્યાએ એટલે કે તા. ૨૧ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે માધાપર વિસ્તારમાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક હર્ષ મારું, અનિલ પરમાર, વિજય ડાભી અને જીગ્નેશ જાદવ સહિતના કલાકારો જમાવટ કરશે જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને સંતવાણીના કાર્યક્રમનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે થઈને માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે




Latest News