મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેકવિધ કાર્યક્રમોની ઝાંખી: ઠેરઠેર બહુમાળી ઉપર રામના બેનર બન્યા આકર્ષણનું કેન્દ્ર


SHARE













મોરબી શહેર-જીલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેકવિધ કાર્યક્રમોની ઝાંખી: ઠેરઠેર બહુમાળી ઉપર રામના બેનર બન્યા આકર્ષણનું કેન્દ્ર

મોરબીના રવાપર ગામ તેમજ રવાપર ચોકડીથી લીલાપર ચોકડી તરફ જતા રસ્તે આવેલ બહુમાળી એપાર્ટમેન્ટોમાં ભગવાન શ્રીરામના ૫૦ ફૂટ કે તેથી વધુ લાંબા બેનરો લગાવવામાં આવ્યા છે જે રોડ ઉપરથી પસાર થતાં સૌનું મનમોહી લે તેવો નજારો જોવા મળી રહ્યો છે તેમજ મોરબીની અવલી ચોકડી પાસે આવેલા બહુમાળી એપાર્ટમેન્ટમાં પણ ભગવાન શ્રીરામના ૫૦ થી લઈને ૭૫ ફૂટ સુધીના લાંબા બેનરો લગાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે તે ઉપરાંત અમુક ખાનગી મિલકતો ઉપર પણ લોકો દ્વારા મોટી કદના ભગવાન શ્રીરામના બેનર હોર્ડીંગ્સ લગાવી રહ્યા છે

મોરબીમાં સમગ્ર વાતાવરણને રામમય બનાવ જુદા જુદા સોસાયટી વિસ્તારોમાં પણ આવેલા નાના-મોટા રામજી મંદિરો ખાતે ધૂન ભજન આરતી તેમજ અનેક વિસ્તારોમાં શોભાયાત્રા ના આયોજન થયા છે જેમાં મોરબીના દરબારગઢ ખાતે આવેલ રામ મહેલ ખાતેથી મુખ્ય શોભાયાત્રાનું તા. ૨૨ ના સાંજના સમય આયોજન કરવામાં આવ્યું છે જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે અને તેમાં વિવિધ હિન્દુ સંગઠનો સહિતનાઓ જોડાવાના છે તે ઉપરાંત મોરબીના એસપી રોડ ખાતે આવેલ વિસ્તારના લોકો દ્વારા પણ તા. ૨૨ ના સવારે આઠેક વાગ્યાના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જે તે વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર ફરશે અને બાદમાં મહા આરતી અને મહાપ્રસાદ નું આયોજન એસપી રોડ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલ છે તેમજ મોરબીના પંચાસર રોડ પ્રમુખ સ્વામી-૨ તેમજ સંગાથ પ્લેસ-૨ માં ભગવાન શ્રી રામના ૭૫ ફુટ લાંબા બેનર લગાવામાં આવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે તો મોરબીમાં વિજય ટોકીઝ પાસે પેન્ટકુમાર માર્ગ ઉપર સ્થાનિક વેપારીઓ દ્વારા રોશની તેમજ બે દિવસ સવારે બેન્ડ વાજા અને ઢોલ ત્રાસનું આયોજન કરવામાં આવ્યું છે

વનાળિયા ગામ

વનાળિયા ગામે આવેલ રામજી મંદિર ખાતે સમસ્ત ગામ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ૧૨:૪૦ કલાકે મહાઆરતી, ૨:૩૦ કલાકે રથયાત્રા અને સાંજે ૬:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ રાતે ૯:૦૦ વાગ્યે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે ગામમાંથી નોકરી ધંધા માટે બહાર ગયેલા લોકોને પણ ધાર્મિક કાર્યક્રમમાં આવવા અને પ્રસાદનો લાભ લેવા માટે ગામના આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

ચૈતન્ય બાલાજી મંદિર

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથેસાથે મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્કમાં ચૈતન્ય બાલાજી મંદિરે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૭:૦૦ કલાકે ૩,૩૩૩ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાપ્રસાદ પણ રાખવામા આવેલ છે જેનો ભક્તોને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર ગામે વાણીયાવાડી સોસાયટીમાં ૨૨ મી તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે સવારે ૧૦:૦૦ વાગ્યે સોસાયટીમાં શોભાયાત્રા નીકળશે ત્યારે બળદ ગાડામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી તથા જાનકીજી બિરાજમાન થશે. ત્યારબાદ બપોરે ૧૨:૨૨ કલાકે રામજી મંદિરે મહાઆરતી કરવામાં આવશે

નાનીવાવડી

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં ૨૨ મીએ જે ભવ્ય કાર્યક્રમ યોજાશે તેની સાથે નાનીવાવડી ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કાલે તા ૨૧ ના રોજ સવારથી ૨૪ કલાક રામચરિત માનસના પાઠ અને ૨૨ મી તારીખે સવારે ૮:૩૦ કલાકે સમજુબા સ્કૂલથી શોભાયાત્રા, બપોરે ૧૨:૧૫ કલાકે રામજી મંદિરે મહાઆરતી અને સાંજે ૫:૦૦ કલાકે બટુક ભોજન અને પ્રસાદ વિતરણ તેમજ રાત્રે ૯:૦૦ કલાકે રામજી મંદિરે રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે

રોહિશાળા

ટંકારાના રોહિશાળા ગામે રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયેલ છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રિતેશ મહારાજ હાજર રહીને ધાર્મિક વિધિ કરાવવાના છે આજે તા.૨૦ ના રોજ રાતે ૮:૩૦ કલાકે સવસાણી પરીવાર તરફથી ખોડિયાર નાટક મંડળ મોટા ભાડુકિયાનું રાજા ભરથરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૨૧એ સવસાણી યુવા ગ્રુપ તરફથી રાધે કાન ગોપી મંડળનું રાતે ૮:૩૦ કલાકે રાખવામા આવેલ છે

સૂર્યમુખી હનુમાનજી

મોરબીના સામાકાંઠે સૂર્યમુખી હનુમાનજી મંદિરે તા. ૨૨ ના રોજ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૬:૩૦ કલાકે શણગાર આરતી, ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, ૧૨:૦૦ કલાકે રામ આરતી અને સાંજે ૭:૦૦ કલાકે ૫૧ દિવડાની મહાઆરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સૂર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે

ઉમિયા આશ્રમ

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમ-સત્યનારાયણ ગૌશાળા દ્વારા તા ૨૧ ને રવિવારે અખંડ રામાયણનો પાઠ (સંપુટ રામાયણ) તથા તા. ૨૨ ને સોમવારે સવારે ૯:૦૦ કલાકે રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે રામ મંદિર અયોધ્યાનું લાઈવ પ્રસારણ બપોરે ત્યાં જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બપોરે ૧૨:૩૦ મહાઆરતી તેમજ ત્યાર બાદ ઉમિયા આશ્રમ ખાતે મહાપ્રસાદ યોજાશે જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે

ઉમિયા નવરાત્રી પરિવાર

અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મોરબીના ઉમિયા નવરાત્રી પરિવાર દ્વારા પણ તા. ૨૧ અને ૨૨ ના રોજ રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાપા સીતારામ ચોક, નરસંગ મંદિરની બાજુમાં, રવાપર રોડ ખાતે રામ, સીતા, લખમણ, હનુમાન નામના ચાર ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં તા. ૨૧ ના સાંજે ૭થી ૮ કલાકે હનુમાન ચાલીસાના પાઠ,થી ૯:૩૦ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને ૧૦થી ૧૨ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે તા ૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી ઉત્સવ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોને લાભ લેવા માટે ઉમિયા નવરાત્રી પરિવારે આમંત્રણ આપેલ છે.

હાઉસીંગ બોર્ડ

રામ મંદિર અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા પુર્વે ઉત્સવનું આહ્યવાન કરતા ભુલકાઓ.આજ રોજ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્થિત મંગલમ્પ્લે હાઉસના બાળકો દ્વારા રામ મંદિર અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે પ્લે હાઉસના બાળકો દ્રારા હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને પ્રતિષ્ઠાના દિવસે ઉત્સવ જેવો માહોલ અને ઉજવણીના ભાગરૂપે આહ્યવાન કરવામાં આવ્યું આ અંતર્ગત બાળકો દ્રારા રામ પરીવાર,બજરંગબલી સહિત રામ જીવનના જુદા જુદા વસ્ત્રો પરીધાન થી સજ્જ થઈ રામના જયકાર સાથે રેલી યોજી સ્થાનિક લોકોને પ્રતિષ્ઠાના દિવસે ઉત્સવ ઉજવવા આહ્યવાન કરવામાં આવ્યું.સાથે રામના વિવિધ ગીતના નૃત્ય કરી ઈશાવાસ્યમધામ રામ મંદિર પરીસરમાં સંચાલકો દ્રારા રામજીવનની વિવિધ વાર્તા કરી અયોધ્યા રામ મંદિરના સંઘર્ષ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા મંગલમ્ પ્લે હાઉસના સંચાલકોએ જહેમત ઉઠાવવી હતી.​​​








Latest News