મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો. દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ સરસ્વતી યજ્ઞ યોજાયો


SHARE













મોરબી પત્રકાર એસો. દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ સરસ્વતી યજ્ઞ યોજાયો

અયોધ્યામાં રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઉત્સવને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિશ્વ ભરમાં કાયમી શાંતિ સ્થાપિત થાય તે હેતુથી મોરબીમાં પણ પત્રકાર એસો. દ્વારા મોરબીના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે વિશ્વ શાંતિ સરસ્વતી મહા યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે આજે મોરબી પત્રકાર એસો. દ્વારા વિશ્વ શાંતિ સરસ્વતી યજ્ઞનું આયોજન કરાયું હતું અને આ યજ્ઞમાં મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ સહિતના તમામ હોદેદારો અને સભ્યો સાથે મોરબીના કલેક્ટર જી. ટી.પંડ્યા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરિયા તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ રાજકીય અગ્રણીઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા અને વિનોદભાઈ ભાડજા, પુર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા તેમજ બિલ્ડર એસો. પ્રમુખ સંતોષભાઈ શેરસિયા તેમજ સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો અને અધિકારીઓએ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને યજ્ઞ બાદ રામ મદિરે આરતી કરીને અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી આ તકે મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવીભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, સહમંત્રી આર્યનભાઈ સોલંકી, ખજાનચી પંકજભાઈ સનારિયા, અતુલભાઈ જોશી, ઋષિભાઈ મહેતા, સંદીપ વ્યાસ, અલ્પેશભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, હરનિશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્ર વ્યાસ સહિતના હાજર રહ્યા હતા

રામપર નવા નાગડાવાસ ખાતે અનેરું આયોજન

મોરબી,સમગ્ર દેશ-દુનિયાની સાથે સાથે મોરબી પંથકમાં અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ છે, ગામેગામ સોસાયટી સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન જેવા કાર્યક્રમોનું આયોજન થયેલ છે ત્યારે મોરબીના રામપર (નવા નાગડાવાસ) ગામે ભગવાન રામલલ્લાની વધામણી કરવા માટે ખાનડીયાં ઠાકર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. તા.૨૧ નાં રોજ રાત્રે રામધૂન, તા.૨૨ નાં રોજ સવારે ભવ્ય કળશયાત્રા, દાંડિયારાસ, તેમજ ભવ્ય આરતીનુ હરખભેર આયોજન કરવામાં આવ્યું છે. અને બપોરે મહાઆરતી બાદ આખા ગામના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે 






Latest News