મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ


SHARE













મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે શાળા અને કોલેજોમાં રાજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી બાર એસો. દ્વારા સોમવારે વકીલો અને પક્ષકારો કોર્ટમાં હાજર ન રહી સકે તો કેસને નુકશાન ન થાય તેવા હેતુથી જે તે સ્ટેજ ઉપર જ કેસને રાખવા ઠરાવ કરવામાં આવેલ છે અને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને પણ મોકલાવવામાં આવેલ છે

મોરબી બાર એસો.ના સેક્રેટરીએ તેની યાદીમાં જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશભરમાં અનેક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમમાં લોકો રોકાયેલ છે અને કોઈપણ કારણોસર વકીલો તેમજ પક્ષકારો કોર્ટમાં હાજર રહી સકે તેમ ન હોય જેથી વકીલો અને પક્ષકારો કેસમાં તેઓની ગેરહાજરીને કારણે કેસને નુકશાન ના થાય તે માટે જે તે સ્ટેજ પર રાખવા અને કોઈપણ કામમાં સ્ટેજ બંધ ન કરવા વિનંતી કરવામાં આવી છે અને આ અંગેનો ઠરાવ બાર એસો. દ્વારા કરીને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને મોકલી આપવામાં આવેલ છે અને યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે






Latest News