મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવ યોજાયા


SHARE









મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવ યોજાયા

મોરબીની અનસ્ટોપેબલ વોરીયર્સ એનજીઓ દ્વારા અનેક વિધ સેવાકીય કામ કરવામાં આવે છે તેવામાં મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે આ એનજીઓ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, અધિકારી ગિરિશભાઈ સરૈયા, નિવૃત ફૌજીઓએ સહિતના હાજર રહ્યા હતા જો કે, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજર ન રહી શકતા તેઓએ કાર્યક્રમ અને આયોજન માટે આયોજકોને શુભકામના આપી હતી અને આ સમૂહલગ્ન માટે અનેક દાતાઓએ આર્થિક સહકાર આપેલ છે આ તકે ધારાસભ્ય તરફથી દરેક નવદંપતિઓને ઘડિયાળ અને એનજીઓ તરફથી ભગવદ ગીતા ખાસ ભેટ આપી હતી અને ત્યાં સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમૂહલગ્નમાં દાતાઓ અને મોરબીના પત્રકારોનું સન્માન કરાયું હતું. અત્રે ઉલેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલનો જન્મદિવસ હતો તે દિવસે જ આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.




Latest News