મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવ યોજાયા


SHARE













મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવ યોજાયા

મોરબીની અનસ્ટોપેબલ વોરીયર્સ એનજીઓ દ્વારા અનેક વિધ સેવાકીય કામ કરવામાં આવે છે તેવામાં મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે આ એનજીઓ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, અધિકારી ગિરિશભાઈ સરૈયા, નિવૃત ફૌજીઓએ સહિતના હાજર રહ્યા હતા જો કે, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજર ન રહી શકતા તેઓએ કાર્યક્રમ અને આયોજન માટે આયોજકોને શુભકામના આપી હતી અને આ સમૂહલગ્ન માટે અનેક દાતાઓએ આર્થિક સહકાર આપેલ છે આ તકે ધારાસભ્ય તરફથી દરેક નવદંપતિઓને ઘડિયાળ અને એનજીઓ તરફથી ભગવદ ગીતા ખાસ ભેટ આપી હતી અને ત્યાં સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમૂહલગ્નમાં દાતાઓ અને મોરબીના પત્રકારોનું સન્માન કરાયું હતું. અત્રે લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલનો જન્મદિવસ હતો તે દિવસે જ આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News