મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી શાળાના ૨૭૩૩ થી વધુ વિદ્યાથીઓને આપવામાં આવી તાલીમ


SHARE













મોરબીના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી શાળાના ૨૭૩૩ થી વધુ વિદ્યાથીઓને આપવામાં આવી તાલીમ

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં લીડીંગ ફાયરમેન જયેશ ડાકી અને સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર નવયુગ વિદ્યાલયનાં ૯૭૦ વિદ્યાર્થી, તપોવન વિદ્યાલય કોમર્સ સ્કૂલનાં ૪૫૦ વિદ્યાર્થી, જ્ઞાનપથ વિદ્યાલયનાં ૩૪૦ વિદ્યાર્થી, દોશી હાઇસ્કુલનાં ૧૯૮ વિદ્યાર્થી, નવયુગ શૈક્ષણિક સંકુલનાં ૮૭૦ એમ કુલ ૨૭૩૩ થી વધુ વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવેલ છે આ ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ કે, જે વડોદરા જે બાળકો ડૂબીજવાની ઘટના બનેલ જો તેમાં બધાં વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકોનો જીવ બચી જાત. અને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦), લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News