મોરબીમાં વિશાલ ફર્નિચર પાસે થયેલ મારા મારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ
મોરબી જીલ્લામાં ચાર પોલીસ જવાન સસ્પેન્ડ : પેરોલ ફર્લોના બે સહિત ૧૮ કર્મચારીની આંતરિક બદલી
SHARE









મોરબી જીલ્લામાં ચાર પોલીસ જવાન સસ્પેન્ડ : પેરોલ ફર્લોના બે સહિત ૧૮ કર્મચારીની આંતરિક બદલી
મોરબી જિલ્લામાં પોલીસ બેડામાં છેલ્લા દિવસોથી ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાથી ચાર જવાનોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને મોરબી, હળવદ, વાંકાનેર તેમજ માળીયા પોલીસ સ્ટેશનમાથી જવાનોની બદલીઓ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં પોલીસવડા એસ.આર.ઓડેદરા દ્વારા છ પીઆઇ-પીએસઆઇ જેવા અધિકારીઓની બદલીઓ કરવામાં આવી તેની સાહી હજુ સુકાઈ નથી ત્યા હળવદ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવેલ છે જેમાં વિક્રમ શિહોરા, યોગેશ ગઢવી, હરપાલસિંહ રાઠોડ અને જયપાલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે અને આ મુદે એસપી સાથે વાત કરતાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલીઓ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યુ છે. જો કે, બિન આધારભૂત સૂત્રોના કહેવા મુજબ હળવદ તાલુકામાં દેશી દારૂની મોટી ભઠ્ઠી પકડાઈ હતી જે બાબત પોલીસકર્મીઓના સસ્પેન્સન માટે કારણભૂત હોવાની શક્યતા છે.
હાલમાં જેની બદલીઓ કરવામાં આવી છે તેમાં હળવદમાથી અરવિંદભાઈ ઝાપડીયા, સુરેશકુમાર ટાપરિયા, કિશોરભાઈ પારધી, યોગેશદાન ટાપરિયા, મુમાભાઈ ક્લોતરા, ગિરીશકુમાર ટાપરિયા, દેવેન્દ્રસિંહ ઝાલા, ચંદુલાલ ઈંદરિયાની જુદીજુદી જગ્યાએ તેમજ મોરબી એ ડિવિઝનમાથી સંજયભાઈ બાલાસરા, ભાનુભાઈ બાલાસરા, સમરથસિંહ ઝાલાની માળીયા ભરતભાઇ હૂંબલની વાકનેર તાલુકામાં તો બી ડિવિઝનમાથી રાજેશભાઇ ડાંગર, પ્રકાશભાઈ ડાંગર, ગોરધનભાઈ રાઠોડની ટંકારા અને વાકનેર સિટિ તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાથી સંજયભાઈ લકુમની બી ડિવિજનમાં અને મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડમાથી જયવંતસિંહ ગોહિલ અને ભરત મિયાત્રાને બદલી કરીને હેડ કવાર્ટરમાં મૂકવામાં આવેલ છે અને સીટી એ ડિવિઝનમાથી રાઈટર મહેન્દ્રસિંહ ઝાલાને સીટી બી ડિવિઝનma અને કિશોરભાઈ મિયાત્રાને વાંકાનેર તાલુકામાં હાજર થવા આદેશ કરેલ છે જો કે, રેન્જ આઈજીની મોરબી જિલ્લાની મુલાકાત બાદ પીઆઇ, પીએસઆઇ અને કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે
