હળવદના પાંડાતીરથમાં ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE









હળવદના પાંડાતીરથમાં ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે વાડીએ કોઈ કારણોસર પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી માટે તેની સારવારમાં ખસેડવામાં આવી હતી અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે હાલમાં પોલીસ બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના પંડાતીરથ ગામે રહેતા વસીમભાઈ રોવાંગીયાના પત્ની સીમાબેન (૩૨) કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
