મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ ધ્યાન ન આપતા સિનિયર સિટીઝનોએ હાથમાં ઉપાડ્યા કુહાડી, ત્રિકમ અને પાવડા !


SHARE

















મોરબી પાલિકાએ ધ્યાન ન આપતા સિનિયર સિટીઝનોએ હાથમાં ઉપાડ્યા કુહાડી, ત્રિકમ અને પાવડા !

મોરબીના નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી રોડની સાઇડમાં બાવળ અને કચરાના ઢગલા છે જેથી વડીલો સહિતના લોકોને અવાર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે પાલિકામાં અનેક વખત જંગલ કટિંગ અને સફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી જો કે, કામ કરવામાં આવ્યું ન હતું માટે આજે સિનિયરોએ હાથમાં કુહાડી, ત્રિકમ અને પવડા ઉપાડ્યા હતા ને રોડ ઉપર સફાઈ કરી હતી..!

મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થાના વડીલો દ્વારા આજ યુવાનોને પણ શરમાવે તેવી કામગીરી કરવામાં આવી હતી અને મોરબીના નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી આવતા રોડ પર બંને બાજુએ કચરાના ઢગલા અને બાવળ ઊગી નીકળેલ છે જેથી કરીને સિનિયરો અને ગામડે આવતા જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને આજે મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા પ્રમુખ ડો.બો.કે. લહેરુ, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા, મંત્રી મહેશભાઇ ભટ્ટ તેમજ ભૂપતભાઇ પંડ્યા સહિતનાઑની આગેવાનીમાં સિનીયર સીટીઝન સંસ્થાના સભ્યો દ્વારા સમૂહમાં સાફ સફાઈ માટેનો કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો અને મોટાભાગના સભ્યો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, અગાઉ આ કામ માટે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને રાજુઆતો કરવામાં આવી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું ન હોવાથી આજે મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થાના વડીલો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરીને બાવળ કાપીને કચરાને દૂર કરીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે॰




Latest News