મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢમાં બીમારીથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE









હળવદના ચંદ્રગઢમાં બીમારીથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા યુવાનને છેલ્લા દોઢ વર્ષથી પેરાલીસીસની અસર થઈ ગયેલ હતી જેથી કરીને શારીરિક તકલીફ અને બીમારીથી કંટાળીને યુવાને પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મૃતકના નાના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા કિશોરભાઈ રણછોડભાઈ કટકિયા જાદવ જાતે દલવાડી (૩૫)એ પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના નાના ભાઈ અનિલભાઈ રણછોડભાઈ કટકીયા જાદવ જાતે દલવાડી (૨૮)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ કિશોરભાઈને છેલ્લા દોઢ વર્ષથી પેરાલીસીસની અસર હતી અને તે કંઈ બોલી શકતા ન હતા જેથી બીમારીથી પીડાતા હોય તેઓએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું તેવું તેના પરિવારજન દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં સોની બજારમાંથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અર્જુનસિંહ હરીસિંહ રાઠોડ જાતે રાજપૂત (૨૭) રહે. લીલાપર રોડ પાંજરાપોળ પાછળ ખડીયાવાસ મોરબી વાળાની ધરપકડ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News