મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર


SHARE









હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર

હળવદ તાલુકા પોલીસ સ્ટેશમાં નોંધાયેલા અપહરણ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીએ રેગ્યુલર જામીન માટે એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

આ કેસની ટૂંકી વિગત આપતા વકીલે જણાવ્યુ હતું કે, હળવદ પોલીસે આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયક રહે. અણીયાદ બીલીયા બેડા ફળીયુ તાલુકો શહેરા જિલ્લો પંજાબ વાળા ની આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬ (૩), ૧૧૪, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૭ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા જેના પોકસો કેશ નં. ૧/૨૪ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીનની અરજી કરી હતી જેમાં એડવોકેટ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબ એ આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાજબેન પરમાર રોકાયેલ હતા




Latest News