મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેગ્નન્સી દરમિયાન બિલ્ડિંગ થઈ જતા પરણીતાનું મોત, અધૂરા માસે જન્મેલ બાળકનું પણ ટૂંકી સારવાર બાદ મોત


SHARE







મોરબીમાં પ્રેગ્નન્સી દરમિયાન બિલ્ડિંગ થઈ જતા પરણીતાનું મોત, અધૂરા માસે જન્મેલ બાળકનું પણ ટૂંકી સારવાર બાદ મોત

મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા રંગપર (બેલા) ગામે રહીને મજૂરી કામ કરતા પરિવારની મહિલા પ્રેગનેટ હતી.દરમિયાનમાં તેણીને અધૂરા માસે બાળકનો જન્મ થયો હતો.જોકે ડીલેવરી દરમિયાન તેણીને વધુ પડતું બ્લેડિંગ થઈ જતા તેણીનું મોત નીપજ્યું હતું અને અધૂરા માસે જન્મેલા બાળકનું પણ ટૂંકી સારવાર દરમિયાન ગણતરીના દિવસોમાં મોત થયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે 

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર (બેલા) ગામ નજીક રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના ફૂલકુમારી મનોજસિંહ કુસ્વાહ (ઉંમર ૨૫) નામની પરણીતા કે જેનો લગ્નગાળો નવેક વર્ષનો હતો અને તેની પ્રેગનેટ હોય ગત તા.૧૮ ના રાત્રીના આઠેક વાગ્યે રંગપર ગામેથી મોઢામાંથી ફીણ નીકળતા તથા પેશાબની જગ્યાએથી બિલ્ડિંગ થયેલ હાલતમાં જેતપર સીએચસી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જો કે ત્યાં તેણી મૃત હોવાનું જાહેર થયું હતું અને બાદમાં મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.જોકે બાદમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવાયું હોવાનું જાણવા મળેલ છે.આ બનાવની નોંધ થતા તપાસ બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમારને સોંપવામાં આવી હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક ફુલકુમારી કુશ્વાહ પ્રેગનેટ હતા અને અધૂરા માસે તેમને ડીલેવરી થતાં તેઓને બિલ્ડીંગ થયું હતું અને વધુ પડતુ બ્લીડિંગ થઈ જવા સબબ તેણીનું કુદરતી મોત નીપજ્યું હતું અને જન્મેલ બાળકનું પણ ગણતરીના દિવસોમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પરણીતા સારવારમાં

મોરબીના નવલખી રોડ રણછોડનગર પાસે આવેલ નિધિ પાર્ક વિસ્તારમાં રહેતા ખુશ્બુબેન શાહિદભાઈ પીલુડિયા નામની ૨૫ વર્ષની મહિલા તેઓના ઘરે સાંજના છએક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઈ હતી. ખુશ્બુબેનનો લગ્નગાળો સાતેક વર્ષનો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામે રહેતા કુંદનબેન ચંદ્રેશભાઈ રૂપાલા નામની ૩૮ વર્ષીય મહિલાને મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેણીએ જણાવ્યા પ્રમાણે પતિ દ્વારા માર મારવામાં આવેલ હોય ઇજાઓ થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા મારામારીના કારણ સંદર્ભે નોંધ કરી તપાસ શરૂ કરાઈ હતી.






Latest News