મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદમાં માનસિક અસ્થિર યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા


SHARE









હળવદમાં માનસિક અસ્થિર યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

હળવદમાં થોડા વર્ષો પહેલા અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં સરકારી વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીએ ૧૦ વર્ષની સજા ફટકારી છે અને આ ઘટનાનો વિડીયો ઉતારનાર આરોપીના મિત્રને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો આદેશ કરેલ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકમાં સવા ત્રણ વર્ષ પહેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાળીયો ગંગારામભાઈ રાઠોડ (૨૩) રહે. નવા દલીતવાસ, બસ સ્ટેન્ડ પાછળ, હળવદ વાળાએ અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તે ઘટનાને હરેશભાઈ ઉર્ફે હરી નવધણભાઈ જાદવ (૨૮) રહે. નરસીપરા, ધાંગધ્રા, હાલ રહે. સંજીવની પાર્ક, હળવદ વાળાએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો વાયરલ કર્યો હતો જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નીરજ ડી. કારીઆએ કરેલ દલીલને ધ્યાને રાખી કોર્ટે આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાળિયો ગંગારામભાઈ રાઠોડને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦,૦૦૦ નું વળતર ચૂકવવાનો આદેશ કરેલ છે અને જો વળતર ન ચૂકવે તો વધુ ૬ મહિનાની સજાનો આદેશ કરવામાં આવ્યો હતો અને આરોપી હરેશભાઇ ઉર્ફે હરિ નવઘણભાઈ જાદવને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. તેમજ ભોગબનનારને કોર્ટે ૨,૫૦,૦૦૦ તેમજ આરોપી જો દંડની રકમ ભારે તો તેના સહિત ૨,૬૦,૦૦૦ વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો છે.




Latest News