વાંકાનેર મામલતદાર કચેરી પાસે બે રાહદારીને બાઇક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત
મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન
SHARE
મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્ય સરકાર દ્રારા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી (રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો) તથા પંચાયત વિભાગના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ હોય જીલ્લામાં ઠેર ઠેર મંત્રી મેરજાનું અભિવાદન કરવામાં આવી રહ્યુ છે.દરમ્યાન શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના સામાકાંઠે આવેલ રામધન આશ્રમે માઁ ઉમીયા અને રામદેવજી મહારાજના દર્શન કરીને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના આશીર્વાદ લીધા હતા આ વેળાએ મહંત ભાવેશ્વરીબેન દ્રારા મંત્રી મેરજાને સાફો પહેરાવીને લોકહિતના વધુને વધુ કામો કરતા રહો તેવા ભાવ સાથે આશીર્વાદ આપ્યા હતા.