ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી પાસે મફતીયા પરામાં ઘર ખાલી કરવા માટે યુવાનને તેના જ ત્રણ ભાઈઓએ માર માર્યો


SHARE













વાંકાનેરના રાતીદેવડી પાસે મફતીયા પરામાં ઘર ખાલી કરવા માટે યુવાનને તેના જ ત્રણ ભાઈઓએ માર માર્યો

વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે મફતીયા પરા વિસ્તારમાં રહેતા યુવાનને તેના ત્રણ ભાઈઓ દ્વારા મકાન ખાલી કરવા માટે થઈને ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવડીમાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ પુંજાભાઈ વિકાણી (૩૦) નામના યુવાનને તેના ત્રણ સગા ભાઈ અશોકભાઈ, દીપકભાઈ અને સાગરભાઇએ ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા જયેશભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સાથે લઈ જવામાં આવે છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં ઇજા પામેલા જયેશભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ તેના પત્ની સહિતના પરિવારજન સાથે ત્યાં રાતી દેવડી ગામ પાસે મફતીયપરા વિસ્તારમાં રહે છે અને ત્યાંથી તેઓનું ઘર ખાલી કરવા માટે તેના સગા ભાઈ અશોકભાઈ, દીપકભાઈ અને સાગરભાઇએ તેઓની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હતો વધુમાં માહિતી આપતા તેને જણાવ્યું હતું કે, અગાઉ પણ તેના ભાઈઓ દ્વારા તેની સાથે મકાન ખાલી કરવા બાબતે બોલાચાલી અને માથાકૂટ કરવામાં આવી હતી જે બાબતે જેતે સમયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વધુ એક વખત મકાન ખાલી કરવા માટે તેને હાલમાં તેને માર મારવામાં આવ્યો છે

બાળકી સારવારમાં

મોરબી નજીકના મકાનસર ગામે રહેતા રવિભાઈ દેવીપુજકની પાંચ વર્ષની દીકરી જ્યોતિબેન બપોરના સમયે ગામના તળાવ પાસે પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News