મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ


SHARE









મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ

મોરબી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમનું આયોજન પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્યવસ્થા, તેમની ભૂમિકા, સત્તાઓ, જવાબદારીઓ, વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા સુશાસન અંગે માર્ગદર્શન આપવાનો હતો.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે તાલીમ લીધેલ વ્યક્તિને વિકાસની દિશાનો ખ્યાલ હોય છે અને ભવિષ્યમાં આવતા પ્રશ્નો ના નિરાકરણ લાવવા માટે  આત્મવિશ્વાસ અને પ્રેરણા મળે છે તમામ ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓને પંચાયતધારા વિશે ચર્ચા કરીતેનું વાંચન કરવા માર્ગદર્શન કર્યું હતું, મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર દરેક કામમાં ગુણવત્તા જાળવવા અને તે અંગેની પૂર્ણતા તપાસ તેમજ ગુણવત્તાસભર કાર્ય થાય તે માટે  પ્રતિનિધિઓને  જણાવવામાં આવ્યું હતું પંચાયતના જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસે થયેલ તેમજ ચાલુ કામ અંગે અધિકારીઓ પાસેથી કામોની માહિતી મેળવી તેમજ ખેડૂતોને સરકારના વિવિધ યોજનાકીય લાભો  લેવડાવવા માટે પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું તમામ પ્રતિનિધિઓને એક ટીમ બનીને મોરબીના વિકાસ અંગેના કાર્ય કરવા માટે જણાવ્યું  હતું

તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા, ગ્રામસભાનું મહત્વ, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), ૧૬મા નાણાપંચ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા, સુશાસન તથા જનભાગીદારી જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકકેન્દ્રિત વહીવટ, પારદર્શિતા અને વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, કારોબારી સમિતિબ અધ્યક્ષ મનીષભાઈ કાંજીયા, જિલ્લા પંચાયતનાની વિવિધ સમિતીના ચેરમેનો, ડીડીઓ વિદ્યાસાગર, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી અરવિંદ વાંસદડીયા તેમજ જુદીજુદી તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના હાજર રહ્યા હતા.




Latest News