મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત


SHARE









મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત

રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે સાથે મોરબીની ઐતિહાસિક સરકારી એલ.ઈ. કોલેજની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ કોલેજના વિવિધ વિભાગો, આધુનિક પ્રયોગશાળાઓ, મશીનરી, તાલીમ સુવિધાઓ તથા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ શૈક્ષણિક માળખાનું નિરીક્ષણ કર્યું હતું. કોલેજના અધિકારીઓ દ્વારા સંસ્થાની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ, આધુનિક ટેકનોલોજી આધારિત લેબોરેટરીઓ તેમજ ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અને મંત્રીએ કોલેજના શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તકનીકી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યલક્ષી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા તેમજ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પણ કોલેજના વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી તેમજ ઉપલબ્ધ સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ કરી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ડીડીઓ વિદ્યાસાગર, મનપાના કમિશનર શ્રીમતી સંગીતા રૈયાણી સહિતના હાજર રહ્યા હતા  




Latest News