મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવી


SHARE









મોરબીના સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવી

"ઉમર થઇ ગઇ, હવે શું થાય" તેવા નબળા વિચાર કરનારાઓ માટે મોરબીના ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન એક ઉત્તમ ઉદાહરણ છે કેમ કે, ખુબ જ જાણીતી ઉક્તિ છે "કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી." તેને તેઓએ સાર્થક કરેલ છે મોરબીના જાણીતા સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન મહેતાએ પોતાની યશકલગીમાં એક વધુ છોગું ઉમેરયુ છે અને તેમને બાળપણથી જ કલા, સાહિત્ય, સંગીતનો ખુબ શોખ તેમાં પણ શાસ્ત્રીય નૃત્યનો શોખ અનહદ હતો. પણ આ વાત છ દાયકા પહેલાની અને ત્યારે તે સમય આટલા સંસાધનો, માર્ગદર્શન આપનારાઓ, કે પછી કોઇ પ્રસ્તુતિઓ જોઈને કઈક શીખી શકાય તેવા પણ માધ્યમો નહિવત હતા માત્ર વાંચન કે સમાચાર પત્રો દ્વારા જ જાણકારી એ પણ ખુબ ઓછી મેળવી શકાતી. છતાં ધડકનો દ્વારા સદા યાદ અપાવતો એ ક્લાસિકલ નૃત્યનો શોખ અકબંધ જ રહ્યો હતો જેથી કરીને કૌટુંબિક, સામાજિક, આર્થિક તમામ જવાબદારીઓ પૂરી થવા આવી ત્યારે એ સપનાને પૂરું કરવા માટે ક્લાસિકલ નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું તેઓએ ૬૦ વર્ષે નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું અને પછી તો પાછું વળીને જોયુ જ નથી જેથી કરીને તાજેતરમાં લેવામાં આવેલ ક્લાસિકલ નૃત્યની પરીક્ષામાં ડો. હસ્તીબેન મહેતા ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે અને નૃત્ય વિશારદ થઈ ગયા છે અને આ સપનાને સાકાર કરવા માટે ગુરૂગણ, સહ અધ્યાઇ મહેશ્વરીબેન અંતાણી સહિતનાઓનો તેમણે આભાર વ્યક્ત કરેલ છે




Latest News