મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાની સ્મૃતિમાં કારીયા પરિવારના સૌજન્યથી યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ


SHARE









મોરબીમાં માતાની સ્મૃતિમાં કારીયા પરિવારના સૌજન્યથી યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ

મોરબીમાં રહેતા પ્રવિણચંદ્ર (ઘોઘુભાઈ) ધીરજલાલ કારીયાના આર્થિક સહયોગથી સ્વ.માતુશ્રી હેમકુંવરબેન ધીરજલાલ કારીયા (ખોડીયાર મઢુલી વાળા) ની સ્મૃતિમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પ ડો. હસ્તીબેન મહેતાનો ૧૨૯ મો કેમ્પ હતો. અને અત્યાર સુધીમાં પ્રવિણભાઇ કારીયાના આર્થિક સાહયોગથી ૧૬ કેમ્પ કરવામાં આવેલ છે મોરબીની વેજીટેબલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનીક રહેવાસીઓને બીપી, સુગર ચેક કરી આપી તેમનું વજન કરી આપ્યુ હતુ અને જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પનો ૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા ફિરોજભાઈ બગથરીયા, શાળા સ્ટાફના સુરેશભાઈ, દિનેશભાઈ,પ્રવિણભાઇ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અને કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિન દેસાઈ તેમજ કૌશીકા રાવલે સેવાઓ પુરી પાડી હતી.




Latest News