મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીનો યુવાન રાજકોટથી બાઇક લઈને પરત આવતો હતો, બાઇક પશુ સાથે અથડાતા અમદાવાદ લઈ જવાતા સમયે રસ્તામાં યુવાનનું મોત


SHARE









મોરબીનો યુવાન રાજકોટથી બાઇક લઈને પરત આવતો હતો, બાઇક પશુ સાથે અથડાતા અમદાવાદ લઈ જવાતા સમયે રસ્તામાં યુવાનનું મોત

મૂળ મોરબીનો યુવાન તેના મામાને ત્યાં રહીને રાજકોટ ખાતે ગેરેજનું કામકાજ કરતો હોય એને બાઈક લઈને તે રાજકોટથી પરત મોરબી આવતો હતો ત્યારે રસ્તામાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તેનું બાઈક પશુ સાથે અથડાતા ઈજા પામેલ યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈ જવાતા સમયે રસ્તામાં યુવાનનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવેલ છે. 

બનાવ સંદર્ભે મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનોદભાઈ જાદવાણીનો પુત્ર રવિ વિનોદભાઈ જાદવાણી (ઉંમર વર્ષ ૨૮) કે જે હાલ રાજકોટ ખાતે તેના મામાને ત્યાં રહીને રાજકોટ ખાતે જ ગેરેજનું કામકાજ કરતો હતો.તે રવિ જાદવાણી ગત તા.૩૦-૧ ના રોજ મોડી રાત્રીના તેનું બાઈક લઈને રાજકોટથી મોરબી આવવા માટે નીકળ્યો હતો.ત્યારે રસ્તામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં તેને ઇજાઓ થતાં રવિ જાદવાણીને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ત્યાંથી મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલ ખાતે બાદમાં વધુ સારવાર માટે રાજકોટની વોકહાર્ડ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં રવિ જાદવાણીનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

જ્યાંથી બનાવ સંદર્ભે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ જાદવાણી અપરિણીત હતો અને રાજકોટ તેના મામાની સાથે રહેતો હતો અને રાજકોટ ખાતે જ ગેરેજનું કામકાજ કરતો હતો. દરમિયાનમાં તે ગત તા.૩૦ ના મોડીરાત્રિના પોતાનું બાઈક લઈને રાજકોટથી પરત મોરબી આવતો હતો ત્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા ખાતે આવેલ ખોડીયારધામ નજીકના બાલાજી ફાર્મના બોર્ડ પાસે તેના બાઇક સાથે કોઈ પશુ અથડાતા આ અકસ્માત બનાવ સર્જાયો હતો.જેમાં તેને ગંભીર ઈજાઓ થતાં મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.હાલ આ બનાવ ટંકારોનો છે પરંતુ ત્યાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદ લાગુ પડતી હોય ત્યાં આગળની તપાસ માટે જાણ કરવામાં આવી હતી.




Latest News