મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે


SHARE









મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. 

આગામી તા.૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. અને ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઈ કક્કડ અને અનિલભાઈ સોમૈયાનો સંપર્ક કરવા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૮ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૮૯૯૭ લોકો એ લાભ લીધો હતો તેમજ ૩૯૩૭ લોકો  ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.




Latest News