અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને હોદ્દા ઉપરથી દૂર કરાયા


SHARE









મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને હોદ્દા ઉપરથી દૂર કરાયા

મોરબી જિલ્લાના ગ્રામ પંચાયતમાં કોઈપણ જગ્યાએ ગેરરીતિ કે સત્તાનો દુરુપયોગ કરનારા સરપંચ હોય કે સભ્યો તેની સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા ઉપરથી દૂર કરીને આકરા પગલાં લેવામાં આવેલ છે

મોરબી જિલ્લા પંચાયતની હદમાં આવતી ગ્રામ પંચાયતોમાં સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય કે કોઈપણ જગ્યાએ પદાધિકારી કે સભ્ય દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય તો તાત્કાલિક તેઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને તેઓના સભ્ય પદ પરથી દૂર કરવા આવ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રુકમણીબેન પરમાર છેલ્લા એક વર્ષથી મિટિંગમાં આવેલા ન હતા અને કયા કારણોસર તે મીટીંગોમાં ગેરહાજર છે તેનો યોગ્ય ખુલાસો પણ ગ્રામ પંચાયતને આપેલ ન હતો.

જેથી સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઇ પરમાર દ્વારા પંચાયતની બહુમતીથી રુકમણીબેનને સભ્ય પદ ઉપરથી દૂર કર્યા છે અને વોર્ડ નંબર ૬ ખાલી જાહેર કરવામાં આવેલ છે તેવી જ રીતે રમેશભાઈ દેવરાજભાઈ ખાણધર દ્વારા તેમના હોદ્દાનો દુરુઉપયોગ કરીને ગામ લેવલની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જઈને ત્યાં દૂર વ્યવહાર કરતા હોય તેમજ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સાથે સતત ખોટા ઘર્ષણ કરતા હોય અને ગામમાં દબાણને પ્રોત્સાહન આપવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ૫૭ (૧) અંતર્ગત તેને તેના સભ્ય પદ ઉપરથી દૂર કરવામાં આવેલ છે આમ એક જ ગ્રામ પંચાયતના બે સભ્યોને તેના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.




Latest News