વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયેલા આધેડ સહિત બે વ્યક્તિઓને લાકડી વડે ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૫૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિહાભાઈ સતાભાઈ પાંચિયા, શૈલેષભાઈ હીરાભાઈ પાંચિયા અને જયેશભાઈ વિહાભાઈ પાંચિયા રહે. બધા પાંચ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહીમભાઈ નૂરમહંમદભાઈની વાડી પાસે તેઓ આરોપીઓને માલઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયા હતા ત્યારે વિહાભાઈ પાંચિયાએ તેની પાસે રહેલ લાકડી વડે તેઓને જમણા કાનના ભાગે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા જીવણભાઈને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી લાકડી વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ફરિયાદી સંહિતા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News