મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા ભાજપ દ્વારા દરેક મંડલના પ્રભારીની નિમણૂંક
SHARE
મોરબી જિલ્લા ભાજપ દ્વારા દરેક મંડલના પ્રભારીની નિમણૂંક
મોરબી જિલ્લામાં આવતા દરેક મંડલના પ્રભારીની જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને નિમણૂક કરવામાં આવી છે
હાલમાં મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા દરેક મંડલના પ્રભારીની નિમણૂંક કરવામાં આવે છે. જેમાં મોરબી શહેરમાં ઘનશ્યામભાઈ ગોહીલ અને રજનીભાઈ સંઘાણી, મોરબી તાલુકામાં હરેશભાઈ ઘોડાસરા અને ભવાનભાઈ ભાગીયા, વાંકાનેર શહેરમાં નિકુંજભાઈ કોટક અને પ્રભુભાઈ પનારા, વાંકાનેર તાલુકામાં ચંદુભાઈ શીહોરા અને નિર્મલભાઈ જારીયા, હળવદ શહેરમાં હસુભાઈ પંડયા અને ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, હળવદ તાલુકામાં કે.એસ.અમૃતિયા અને ભરતભાઈ ઠાકરાણી, માળીયા શહેરમાં જયોતિસિંહ જાડેજા અને ચંદુભાઈ હુંબલ, માળીયા તાલુકામાં સુભાષભાઈ પટેલ અને ગોરધનભાઈ સરવૈયા તેમજ ટંકારા તાલુકામાં નરેન્દ્રસિંહ ઝાલા અને રવિભાઈ શનાવડાની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.