મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ગૌસેવાના કામ માટે ઘાઘરી પહેરનારા મોરબીના રાજપર ગામના યુવાનો ઉપર દાતાઑ વરસી ગયા: ૨૦.૯૫ લાખનું આવ્યું દાન


SHARE











ગૌસેવાના કામ માટે ઘાઘરી પહેરનારા મોરબીના રાજપર ગામના યુવાનો ઉપર દાતાઑ વરસી ગયા: ૨૦.૯૫ લાખનું આવ્યું દાન

મોરબીના રાજપર ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા ગામમાં નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે અને મહતવની વાત તો એ છે કે આ ગામના બાળકો, યુવાનો કે વૃધ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈ પણને કોઈ પણ પાત્ર દેવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પુરો ન્યાય આપે છે અને દર વર્ષે નવરાત્રીમાં એક જ રાતે ભજવતા નાટકમાં ગામમાં આવેલ ગૌશાળામાં રહેતી ૧૨૫ થી વધુ ગાયોનો એક વર્ષ સુધી નિભાવ થાય તેટલું દાન દાતાઓ તરફથી આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે યોજાયેલા નાટકમાં દાતાઓ વરસી જતાં ૨૦.૯૫ લાખ રૂપિયાનો ફાળો આવેલ છે જે તમામ રકમનો ઉપપયોગ ગાયોની સેવા માટે કરવામાં આવશે

વર્તમાન સમય માં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચીય પચ્યા રેહતા હોય છે ત્યારે મોરબીના રાજપર ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે દર વર્ષે નવરાત્રી દરમ્યાન એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જો કે ચાલુ વર્ષે નવરાત્રીમાં આ નાટક રાખવામાં આવ્યુ હતું અને રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે આ વર્ષે ‘સેતલનાં કાંઠે આલણ દેવરો’ ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ હતું અને ગામના લોકોને હસાવવા માટે યુટ્યુબ સ્ટાર વીજુડી અને તેની ટીમને પણ બોલાવવામાં આવી હતી આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત પણ આશીર્વચન આપવા માટે હાજર રહ્યા હતા અને તેમને દાતાઓને અપીલ કરીને ગૌસેવાના કાર્યમાં સહભાગી થવા માટેની ટકોર કરી હતી

મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય વિજયભાઈ કોટડીયાએ જણાવ્યુ હતું કે, રાજપર ગામે જે નાટક રાખવામાં આવ્યું હતું તેને જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો રાજપર ગામે આવ્યા હતા અને ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય કરવામાં આવ્યો હતો જે જોઇને લોકો કલાકારની કાલ ઉપર દાનની સરવણી વહાવી દીધી હતી કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી ગામના યુવાનો દ્વારા ગૌસેવાના લાભાર્થે ગામમાં નાટકનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લોકો તરફથી પુરતો આર્થિક સહકાર મળતો હોય છે અને જે રકમ આવે તે ગૌ સેવામાં વાપરવામાં આવે છે જેથી કરીને જયારે ગામના જ યુવાનો ગૌ સેવા માટે ઘાઘરી પહેરતા પણ શરમતા નથી ત્યારે નાટક જોઈને દાતાઓ કલાકાર ઉપર વરસી પડતા લાખોનું દાન ગાયો માટે એક જ રાતમાં આપવામાં આવે છે

રાજપર ગૌ સેવા મંડળના યુવાન હિતેશભાઇ મરવાણીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતુ કે, રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં આ ગૌશાળામાં કુલ મળીને ૧૨૫ થી વધુ ગૌ વંશોનો નિભાવ કરવામાં આવે છે અને ગાયોના નિભાવ માટે દરવર્ષે જે નાટક યોજવામાં આવે છે તેમાં લોકો તરફથી ખુબ જ સારો સહકાર મળતો હોય છે અને નાટકનું આયોજન કરવામાં આવે એટલે તેને માણવા માટે સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તાર અને મોરબીથી લોકો આવતા હોય છે અને ગાયોની સેવા માટેના કાર્યમાં સહુકોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા હોય છે આ વર્ષે યોજાયેલા નાટકમાં દાતાઓએ ૨૦.૯૫ લાખ રોકડા, ૧૬૫ ગુણી ખોર, ૨૦ ટ્રેક્ટર લીલું ઘાસ ગૌશાળામાં આપવા માટે લખાવેલ છે

ખાસ કરીને યુવાનો સહિતના કલાકારો પોતાના લાભ માટે નહી પરંતુ ગૌસેવાના કામ માટે નાટકમાં આવે છે અને કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે કેમ કે, ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર ભજવનારા યુવાનની સાથે વાત કરતા તેને જણવ્યું હતું કે ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે પરંતુ અમારા ગામમાં કોઈ પણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી આ ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને નાટકનું આયોજન કરવામાં આવે છે તેમાં બાળકો, યુવાનો સહિતનાને કોઈપણ પાત્ર દેવામાં આવે તો તે ગાયોની સેવાના કાર્ય માટેના કામમાં ના કેહતા નથી એટલે કે ગાય માતા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં પણ સંકોચ અનુભવતા નથી

રાજપર ગામે એક નાટકથી ગાયોના લાભાર્થે એક જ રાત્રીમાં લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે રાજપર ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ તે હક્કિત છે






Latest News