વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરના ઢુવા પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૯૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બર પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૯૨૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી શંકરભાઈ બાલાભાઈ કટોસણા જાતે કોળી (૩૪) રહે. હાલ માટેલ પંચમુખી રેસીડેન્સી મકાન નં-૪ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અડધી બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ સામેથી દારૂની અડધી બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને ૧૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી મનોજભાઈ કાનજીભાઈ ખૂંગલા જાતે બોરીચા (૩૨) રહે. રવાપર રોડ રાજ બેંકવાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News