મોરબીના જયેશગીરી ગોસ્વામીની આટકોટમાંથી ૨૭ લાખનું બાયોડિઝલ પકડાયાના ગુનામાં ધરપકડ
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પોલીસે હટાવ્યો..! તંત્રની જવાબદારી શું..?
SHARE
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પોલીસે હટાવ્યો..! તંત્રની જવાબદારી શું..?
મોરબીમાં ઉમિયા સર્કલથી રવાપર રોડ સુધી હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેનાલ પાસે ઘણા સમયથી ખાડા હતો અને ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પણ ત્યાં હતો. જેથી કરીને ફરજ પરના ટ્રાફિક પોલીસ નાગદાનભાઈ ગઢવીએ લોડર બોલાવીને માટીના ઢગલાને હટાવીને તે માટીને ખાડામાં નાખી ખાડાને બૂરી નાખેલ છે અને આ રસ્તા ઉપર હાલમાં ભારે વાહનની અવર જવર બંધ કરવામાં આવી છે અને ભારે વાહન માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેવું સામાજીક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જણાવ્યૂ છે