મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ દ્રારા સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીમાં શ્રી દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ દ્રારા સ્પર્ધા યોજાઇ

શ્રી દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ ઈન્ટેગ્રેટેડ રૂરલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના ડી.બી.ગામી દ્વારા વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ-મોરબીમાં કરવામાં આવ્યું હતું.તે વકતૃત્વ સ્પર્ધામાં જાદવ દિશા ડી. પ્રથમ સ્થાને, ડાંગર તેજલ કે. દ્વિતીય સ્થીને, અગોલા વૈશાલી કે. તૃતીય સ્થામે તેમજ નિબંધ સ્પર્ધામાં ડાભી વૈશાલી એમ. પ્રથમ સ્થામે, શેરસિયા દિશા આર. દ્વિતીય સ્થાને અને વડાવિયા શ્રૃતિ આર. તૃતીય સ્થાને રહેલ જયારે ચિત્ર સ્પર્ધામાં નકુમ દિશા વી. પ્રથમ સ્થાને, વૈશ્નાની માનસી આર. દ્વિતીય સ્થાને, રાજભર રૂપાલી એ. તૃતીય સ્થાને વિજેતા જાહેર થયેલ છે.આ સ્પર્ધા માટે પ્રી.પી.કે.પટેલ, પ્રો.મંજુબેન દેસાઈ, પ્રો.દક્ષાબેન પટેલ તથા અન્ય અધ્યાપકઓનો સુચારૂ સહકાર મળ્યો હતો.તેમ યાદીમાં જણાવેલ છે.

વિશ્વ આહાર દિવસ

૧૬ ઓકટોબર એટલે કે વિશ્વ આહાર દિવસે હું અન્નનો બગાડ નહી કરૂ અને બગાડ થતો અટકાવીશની પ્રતિજ્ઞા સાથે મોરબીમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ છે.અન્ન ઉત્પાદક જગતનાં તાતની આજે દશા અને વ્યથા વિષય ઉપર ઘરે બેઠાં કેટેગરી મુજબ પ્રશ્નોતરી અને પ્રતિજ્ઞાનો વિડીયો તથા વક્તૃત્વ સ્પર્ધાનો વિડીયો બનાવી મોકલી આપવાના રહેશે.

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં આગામી ૧૬ ઓકટોબર એટલે કે વિશ્વ આહાર દિવસે લોકોમાં આહાર અંગે જાગૃતિ લાવવાનાં અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોત્તરી સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા તમને ગમે તે સ્પર્ધા અથવા બન્નેમાં ભાગ લઈ શકો છો. આહાર અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે  પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેતાં બધાં જ સ્પર્ધકોએ વિડીયો બનાવતાં પહેલાં મારી પ્રતિજ્ઞા... "હું  વિશ્વ આહાર અન્ન દિવસે પ્રતિજ્ઞા લઉં છું કે હું અન્નનો બગાડ નહીં કરું અને બગાડ થતો રોકીશ" તેમ બોલીને કેટેગરી મુજબ પ્રશ્નોતરી માટે આપનાં વિચારનો વિડીયો બનાવીને તથા વક્તૃત્વ સ્પર્ધા માટે અન્ન ઉત્પાદક જગતનાં તાતની આજે દશા અને વ્યથાનો વિડીયો બનાવીને છેલ્લી તા.૧૬-૧૦ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેન ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક નંબર ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News