હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખભાઇ પટેલને જેલમાં વીઆઇપી સુવિધા મળતી હોવાની ભોગ બનેલા પરિવારોનો ગંભીર આક્ષેપ


SHARE









મોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખભાઇ પટેલને જેલમાં વીઆઇપી સુવિધા મળતી હોવાની ભોગ બનેલા પરિવારોનો ગંભીર આક્ષેપ

મોરબીની ઝૂલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે તેઓને વીઆઇપી સુવિધા મળી રહી છે તેવો આક્ષેપ ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ કર્યો છે અને જયસુખભાઈ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને રજિસ્ટર્ડ એડી કરીને રજૂઆત કરી છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતો પુલ રૂરી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેની ફરિયાદ આધારે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ સહિતના કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં ૬ આરોપીના જામીન મંજૂર થઈ ગયેલ છે અને ચાર આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે જેથી તેની ટ્રાન્સફર વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતની કોઈપણ મધ્યસ્થ જેલમાં કરવામાં આવે તે જરૂરી છે અને મોરબીની સબ જેલના છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે તેવી પણ માંગણી કરેલ છે આટલું જ નહીં મોરબી સેશન્સ કોર્ટમાં પણ ઘણીવાર કાર્યવાહી માટે ખાનગી વાહનમાં તેને લઈને આવે છે આમ સ્થાનિક પોલીસ અધિકારી અથવા જેલતંત્રના અધિકારીઓ પરોક્ષ રીતે મદદ કરીને વીઆઈપી સવલત પૂરી પડે છે તેમજ અરજીમાં લખ્યું છે કે, મોરબી સેશન્સ કોર્ટમા કેસની ધીમી ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. અને આરોપીના મળતિયાઓ પીડિતોને આરોપી વિરુદ્ધ નિવેદન ન આપવા માટે જણાવી રહ્યા છે. તો સાહેદોને ધાકધમકી આપવામાં આવી રહી છે.




Latest News