હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની લજાઈ ચોકડીથી મિતાણા જવાના રસ્તે ભારે વાહનોની ૧૨ મીએ પ્રવેશબંધી


SHARE









મોરબી જિલ્લાની લજાઈ ચોકડીથી મિતાણા જવાના રસ્તે ભારે વાહનોની ૧૨ મીએ પ્રવેશબંધી

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ત્રણ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૨ ના રોજ રાષ્ટ્રપતિ ત્યાં આવવા છે જેથી કરીને તેઓની સલમતિને ધ્યાને રાખીને ટંકારા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ન ઊભી થાય તે માટે તા. ૧૨ના રોજ સવારે ૬ થી સાંજે ૬ સુધી ભારે વાહનોની પ્રવેશબંધીનું કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

હાલમાં જે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ મોરબી અને લજાઈ ચોકડી તરફથી ટંકારા થઈને મિતાણા તરફ જવાના અને આવવાના વાહનો ઉપર પ્રવેશબંધી મૂકવામાં આવી છે આવી જ રીતે રાજકોટ તરફથી મીતાણા ચોકડી થઈને મોરબી કે પછી જામનગરના ધ્રોલ થઈને મોરબી બાજુ આવી રહેલા ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવેલ છે આ માટે વૈકલ્પીક રૂટ જાહેર કરવામાં આવેલ છે જેમાં લજાઇ ચોકડી, હડમતીયા, કોઠારીયા, જડેશ્વર, ભંગેશ્વર, નિથવા, પીપળીયા રાજ, વાલાસણ, મીતાણા ચોકડી જઇ શકશે તેવી જ રીતે આવી પણ શકાશે અને જામનગરથી કલ્યાણપર પાટીયા, કલ્યાણપર ગામ, ખીજડીયા ચોકડી ધ્રુવનગર, લજાઇ ચોકડી આવી અને જઇ શકાશે. આ કાર્યક્રમ સાથે સંકળાયેલા ફરજ પરના સરકારી તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. 




Latest News