મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઉમેદવારોને રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટની ભરતી માટે જરૂરી માર્ગદર્શન આપવા ફ્રી સેમિનારનું આયોજન


SHARE













મોરબી જિલ્લાના ઉમેદવારોને રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટની ભરતી માટે જરૂરી માર્ગદર્શન આપવા ફ્રી સેમિનારનું આયોજન

ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આવેલ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવા અંગેના ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લાના ઉમેદવારો આ સેમિનારનો લાભ લઈ શકે છે અને સેમિનાર મોરબીના શનાળા રોડે આવેલ શિવ હૉલ ખાતે રાખવામા આવેલ છે

ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ડીગ્રી પાસ આઉટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આસિસ્ટન્ટ લોકો પાઇલટની ૫૬૯૬ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. જેમાં RRB અમદાવાદ માટે ૨૩૮ જગ્યાઓ ભરવાની હોય જે અંતર્ગત આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી માટે મોરબી જિલ્લાના વધુમાં વધુ ઉમેદવારો અરજી કરે અને રોજગારી મેળવે  તે હેતુસર મોરબી જિલ્લાના ઉમેદવારો માટે જીલ્લા વિકાસ અધિકારી, મોરબીના માર્ગદર્શન હેઠળ જીલ્લા રોજગાર અધિકારી, આચાર્ય જીલ્લા આઈ.ટી.આઈ મોરબી તથા આચાર્ય સરકારી એન્જીનીયરીંગ અને પોલી ટેકનીક કોલેજમોરબી દ્વારા તા-૧૩/૨ ના રોજ  શિવ હૉલ, મોરબી ખાતે ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આવેલ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી અંતર્ગત ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપવા ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે

જેમાં છેલ્લા પાંચ વર્ષમાં આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ડિગ્રી પાસ આઉટ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદેવારો જોડાઈ શકશે. તેમજ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને મોરબી જીલ્લાની રોજગાર કચેરી, સરકારી આઈ.ટી.આઈ મોરબી, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા (પીપળીયા ચાર રસ્તા), હળવદ તથા સરકારી એન્જીનીયરીંગ અને પોલી ટેકનીક કોલેજ મોરબી ખાતે ઓન લાઇન અરજી કરી આપવામાં આવશે આ ઉમેદવારે સેમીનારમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ફોર્મની લીંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSdBq94zF25Gg1GhuqTJZIRSA7Sxzc2UKrYxBGGsQlM-urwGxA/viewform?usp=sf_link ટચ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ કાર્યક્રમ શિવ હૉલ ખાતે તા-૧૩ ના રોજ સવારે ૧૦ થી ૧૨ માં યોજાશે અને વધુ માહિતી માટે ૮૩૨૦૧૬૯૫૯૯, ૯૨૬૫૯૭૬૭૯૩, ૮૮૪૭૩૦૪૬૭૮, ૯૬૨૪૩૭૬૧૩૩ અને ૯૮૯૮૧૧૧૨૩૫ મોબાઈલ નંબર પર સંપર્ક કરીશ શકશે






Latest News