હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘાંટીલા ગામે દવા પી ગયેલ યુવાનને મોરબી લવાતા રસ્તામાં મોત


SHARE









મોરબીના જુના ઘાંટીલા ગામે દવા પી ગયેલ યુવાનને મોરબી લવાતા રસ્તામાં મોત

મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે સરપંચની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારનો યુવાન ગઈકાલે સાંજના સમયે દવા પી ગયો હતો.જેથી તેને પ્રથમ હળવદના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થતાં ડેડબોડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.હાલ એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે માળિયા પોલીસને બનાવની જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના જૂના ઘાંટીલા ગામે સરપંચની વાડીએ રહીને મજૂરી કામ કરતો પીનેશભાઈ જીણકાભાઈ નાયક આદિવાસી નામનો ૨૨ વર્ષનો યુવાન ઘાંટીલા ગામે કપાસમાં છાંટવાની દવા પી ગયો હતો.જેથી પ્રથમ તેને હળવદ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યો બાદ હળવદથી એમ્બ્યુલન્સ વડે તેને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થતાં ડેડબોડી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી.હાલ પીએમ સહિતની વિધિ માટે એ ડિવિઝન પોલીસમાં કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પહોંચીને તપાસ કરી હતી જોકે બનાવ માળીયા પોલીસ મછકની હદનો હોય આગળની તપાસ અર્થે માળીયા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતકની સાથે તેની માતા હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યા મુજબ સાળા-બનેવી વચ્ચે થયેલ બોલાચાલી ઝઘડા બાદ પિનેશભાઈએ ઉપરોક્ત પગલુ ભરી લેતા તેનું મોત નીપજ્યું હતું.હાલ આ સંદર્ભે માળિયા પોલીસ હવે આગળની તપાસ કરશે.મૃતક યુવાન પરણીત હતો અને મજૂરી કામ માટે પરિવાર સાથે માળીયાના ઘાંટીલા ગામે રહેતો હતો.

યુવતી સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસે રહેતી પુનમબેન રમેશભાઈ વાઘડિયા નામની ૨૬ વર્ષની યુવતી તા.૮ ના સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં એકટીવા લઈને જઈ રહી હતી.ત્યારે રવાપર રોડ ઉપર અન્ય એકટીવા નંબર જીજે ૩૬ એકે ૮૦૨૭ ના ચાલકે તેનું એકટીવા પૂનમબેનના વાહન સાથે અથડાવતા સર્જાયેલ અકસ્માતમાં જમણા પગે ઇજાગ્રસ્ત હાલતમાં પૂનમબેન વાઘડીયાને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા સ્વાતિ પાર્ક વિસ્તારમાં રહેતા રીધ્ધીબેન પાર્થભાઈ કુંડારીયા નામની ૧૯ વર્ષીય પરિણીતાને તેના ઘરે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ ઝઘડા અને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી.જે અંગે હોસ્પિટલ ખાતેથી જાણ આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે




Latest News