હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતી પાંચ મહિલા સહિત ૭ જુગારી પકડાયા


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતી પાંચ મહિલા સહિત ૭ જુગારી પકડાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર હોલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી.જેના આધારે તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે પાંચ મહિલાઓ સહિત સાત લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે ૧૪૧૦ રૂપિયાની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર હોલની બાજુમાં પ્રતાપભાઈ રાઠોડના ઘરની બાજુમાં શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી.જેથી કરીને પોલીસે ત્યાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અતુલભાઇ સવજીભાઈ ખાંભડીયા (૪૫), બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા (૩૦), નિમુબેન કિશોરભાઈ પીપળીયા (૩૫), સર્જનબેન અતુલભાઇ ખાંભડીયા (૪૨), ગીતાબેન લખમણભાઇ રાઠોડ (૪૨), હકુબેન ધીરૂભાઈ રાઠોડ (૪૫) અને રીટાબેન બળદેવભાઈ ઢાંકણીયા (૨૮) જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૪૧૦ રૂપિયાની રોકડ કબ્જે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના શક્તિ ચોક પાસેથી બાઈક લઈને જતા યુવાનનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જતા ઈજા પામેલ યુવાનને ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો.આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી મળતી માહિતી પ્રમાણે વિનય મહેશભાઈ કોટક (ઉંમર ૨૦) રહે.જલારામ પાર્ક શેરી નંબર-૨ સેન્ટ મેરી સ્કૂલ પાછળ નવલખી રોડ મોરબી વાળાને બાઇક લઈને જતા સમયે શક્તિ ચોક પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News