હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE









સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી લવાયેલ યજ્ઞજ્યોતને મહોત્સવના સ્થળે યજ્ઞવેદીમાં સમર્પિત કરી હવનમાં સહભાગી થતાં રાજ્યપાલ રાજ્યપાલએ મહર્ષિના જીવન આધારિત પ્રદર્શનની મુલાકાત લઈ ગૌ પૂજન અને ધ્વજારોહણ કર્યું

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલ યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરીને  લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયાં હતાં.
શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત ;સત્યાર્થ પ્રકાશ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયાં હતા. કાર્યક્ર્મ સ્થળે રાજ્યપાલશ્રીએ ગૌ પૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં સ્મરણોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ તેમજ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે નિદર્શન, વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે.આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી, આર્ય સમાજના સુરેશચંદ્ર આર્ય, વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, પદ્મશ્રી પૂનમ સૂરિજી, અજય શહગલ, શુષ્માજી, ધર્મપાલજી સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.




Latest News