મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતનું ૧૧૧.૬૦ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર: આઠ સભ્યો ગેરહાજર


SHARE













મોરબી જિલ્લા પંચાયતનું ૧૧૧.૬૦ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર: આઠ સભ્યો ગેરહાજર

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીનું વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને સર્વાનુમતે ૧૧૧.૬૦ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ હંસાબેન પરેઘીના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠકનું આયોજન કરવાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૪-૨૫નું ૬૮,૬૯૮,૫૫ લાખનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, સ્વભંડોળની તા.૧/૪/૨૦૨૪ ની અંદાજિત ઉઘડતી સિલક ૧૦૫૮.૭૬ લાખ હતી તથા વર્ષ ૨૦૨૪-૨૫ ની અંદાજીત આવક ૧૧૦૯.૫૫ લાખ આમ કુલ મળીને ૨૧૬૮.૩૧ લાખ બેલેન્સ થાય છે. જેમાંથી બજેટમાં જુદીજુદી જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં કુલ મળીને ૨૦૫૬.૭૧ લાખના ખર્ચ ધ્યાને લેવામાં આવેલ છે અને ૧૧૧.૬૦ લાખ ની પુરાંત વાળા બજેટને મંજૂર કરવામાં આવેલ છે

વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં જે જોગવાઇ કરવામાં આવેલ છે તેની માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યુ હતું કે, સામાન્ય વહિવટ ક્ષેત્રે ૧૬૨.૭૦ લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે ૧૦૧૮.૩૫ લાખ, શિક્ષણ ક્ષેત્રે ૧૪૧.૩૮ લાખ, આરોગ્ય ક્ષેત્રે ૧૭.૧૦ લાખ, ICDS ક્ષેત્રે ૧૫.૦૦ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૧૫.૨૦ લાખ, પશુપાલન ક્ષેત્રે પ લાખ, સમાજકલ્યાણ ક્ષેત્રે ૯૫ લાખ, આંકડા શાખા માટે ૧૪૦ લાખ, સિંચાઇ ક્ષેત્રે પર.૫૧ લાખ, બાંધકામ ક્ષેત્રે ૩૬૬.૬૨ લાખ, પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો માટે ૬૪.૪૦ લાખ અને કુદરતી આફતો માટે ૧૦૨.૦૦ લાખ જેમાં ૧૦૦ લાખની પુર નિયંત્રણ ભંડોળની જોગવાઇનો સમાવેશ થાય છે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળનાર ગ્રાન્ટ આધારે થનારા કામની પણ જોગવાઇ કરવામાં આવેલ છે અને ૧૧૧.૬૦ લાખની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવેલ છે

આ બોર્ડમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયાએ જિલ્લો બન્યા બાદ નવા ગામતળ નીમ કરવામાં આવ્યા નથી જેથી કરીને ૧૦૦ ચોરસવાર ના પ્લોટ ફાળવવાની કામગીરી થતી નથી અને લોકોને સરકારની યોજનાનો લાભ મળી રહ્યો નથી જેથી કરીને નવા ગામતળ નીમ કરવાની રજૂઆત કરી હતી સાથો સાથ પ્રમુખ સહિતના જે પદાધિકારીઓને બંગલા આપી શકાય તેમ છે તેઓના બંગલા બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવે તેના માટે દરખાસ્ત કરી હતી તો વિપક્ષના નેતા ભુપતભાઇ ગોધાણીએ જિલ્લામાં ગુણવતા વાળા રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી અત્રે ઉલેખનીય છે કે, પ્રમુખ સહિત કુલ મળીને જિલ્લા પંચાયતમાં ૨૪ સભ્યો છે પૈકીનાં આઠ સભ્યો રજા રિપોર્ટ આપીને બજેટ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા






Latest News