મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ૧૦ મહિના ૩૭.૪૧ ટકા રિકવરી !: હવે બાકી વેરાની વસૂલાત દોડધામ, ૧૨૦૦ આસામીઓને ફટકારી જપ્તી


SHARE







મોરબી પાલિકામાં ૧૦ મહિના ૩૭.૪૧ ટકા રિકવરી !: હવે બાકી વેરાની વસૂલાત દોડધામ, ૧૨૦૦ આસામીઓને ફટકારી જપ્તી

મોરબી પાલિકાનો ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાની તમામ શાખાના કર્મચારીઓને હવે દોડાવવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં માત્ર ૩૭.૪૧ ટકા જ રિકવરી થયેલ છે જેથી કરીને નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂર કરવા માટે બે ટીમોને કામે જોતરવામાં આવી છે અને ૧૨૦૦ જેટલા આસામીઓને તેનો બાકી વેરો ભરેલ ન હોવાથી પાલિકા દ્વારા જપ્તીની નોટિસ આપવામાં આવેલ છે અને ૪૦૦૦ જેટલા આસામીઓને આખરી નોરીસ આપવામાં આવી છે તેવું મોરબીના પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપતા જણાવ્યુ છે અને જો નોટિસ આપવા છતાં પણ વેરો બાકીદારો નહિ ભારે તો વધારાની ટીમોને કામે લગાડીને બાકી વેરો વસૂલ કરવા માટેની કામગીરી હાથ ધરાશે

દરેક નાણાકીય વર્ષનો લક્ષ્યાંક માર્ચ માસમાં પૂરો કરવાનો હોય છે અને હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યાં સુધી પાલિકામાં ૩૭.૪૧ ટકા જેટલી જ વસૂલાત થયેલ છે જેથી કરીને બાકી રહેલી વેરાની રિકવરી  કરવા માટે પાલિકા દ્વારા ખાસ બે ટીમો તૈયાર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોરબી પાલિકાના કર્મચારીઓની ખાસ ટીમો મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં જે આસામીના વેરા બાકી છે તેઓની પાસેથી વેરાની રકમ વસૂલ કરવા માટેની કામગીરી શરૂ કરવાની છે ત્યારે મોરબીમાં સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડે આવેલ કલેક્ટર કચેરીએ મોરબી પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓને જણાવ્યુ હતું કે, મોરબી પાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા માટે આગામી અઠવાડિયાથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે

વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પાલિકાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક ૩૧.૮૦ કરોડનો છે તેની સામે અત્યાર સુધીમાં મોરબી પાલિકાની તિજોરમાં મોરબીના મિલકત ધારકોમાંથી ઘણા મિલકત ધારકોએ તેનો વેરો જમા કરવી દીધેલ છે જેથી કરીને અત્યાર સુધીમાં ૮.૫૦ કરોડની આવક થયેલ છે જો કે, હજુ ઘણા લોકોએ તેનો વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવેલ નથી જેથી કરીને તેવા બાકીદારોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ મિલકત ધારકોને જપ્તી નોટિસ અને ૪૦૦૦ આસામીઓને આખરી નોટિસ આપવામાં આવેલ છે

મોરબી પાલિકા દ્વારા દર વર્ષની જેમાં ૧૦ મહિના સુધી જે લોકો વેરો ભરી જાય તેની પાસેથી વેરો લેવાનો તેવી કામગીરી કરી કરવામાં આવી હતી અને હવે મહાવેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે પાલિકાના હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને બાકી વેરા તાત્કાલિક ભરી વિકાસ કાર્યોમાં સહકાર આપવા માટે અધિકારી દ્વારા અપીલ કરવામાં આવેલ છે જો કે, આસામીઓએ તેમના બાકી વેરા લાંબા સમયથી ભરેલા નથી તેના નામ સરનામા સાથે નગરપાલિકા દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને  બાકીદારો પાસેથી પહેલા બાકીનો વેરો વસૂલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી પાલિકાને મહા પાલિકાનો દરરજો આપવાની સરકરે બજેરમાં જાહેરાત કરી દીધી છે ત્યારે બાકીદારોએ વ્યાજના ભારણથી બચવા માટે વહેલી તકે તેનો બાકી વેરો પાલિકામાં જમા કરાવી દેવાની જરૂર છે પાલિકા દ્વારા આગામી અઠવાડિયાથી ૫૦ હજારથી પાંચ લાખ સુધીની મોટી વેરાની રકમ જે આસામીઓની બાકી છે તેઓની પાસેથી બાકીના વેરાને વસૂલ કરવા માટે ધોકા પછાડવામાં આવશે હાલમાં આ રિકવરી ઝુંબેશ માટે બે ટીમો બનાવી  છે અને જરૂર લાગશે તો તેમાં વધુ ટીમો બનાવવામાં આવશે અને અત્રે ઉલેખનીય છે કે, ખાનગી મિલકત ધારકોની જેમ સરકારી મિલકતોનો પણ લાખો રૂપિયાનો વેરો વસૂલ કરવાનોબાકી છે જેથી કરીને સબંધિત વિભાગની કચેરીઓના અધિકારીઓએ સાથે પણ પાલિકા દ્વારા વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે






Latest News