હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી: પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરાઈ


SHARE









મોરબી: પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરાઈ

પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી આધાર સીડીંગ,અને લેન્ડ સીડીગ ફરજીયાત કરાઈ છે. જેથી જે લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તેવા લાભાર્થીઓને ૧૫માં અને આગામી હપ્તાઓ માટે ઈ-કેવાયસી આધાર સીડીંગ,અને લેન્ડ સીડીગફરજીયાત કરાવી લેવાનું રહેશે.

સરકારશ્રી દ્વારા આગામી ૨૧ ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે રાષ્ટ્રવ્યાપી ‘eKYC’  માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. જેવી કે, ગ્રામ્ય કક્ષાએ CCE, તલાટી, ગ્રામસેવક, તાલુકા પંચાયત  કક્ષાએ TLE, અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે કરી શકાય છે. PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીનો ઉપયોગ કરી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેંટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. આ ઉપરાંત જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેમણે આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News