રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ સંતાનો મુકીને ગુમ થયેલ પરિણીતા દોઢ માસ બાદ સુરતથી મળી, પતિ સાથે નથી રહેવુ..!


SHARE









મોરબીમાં ત્રણ સંતાનો મુકીને ગુમ થયેલ પરિણીતા દોઢ માસ બાદ સુરતથી મળી, પતિ સાથે નથી રહેવુ..!

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા યુવાનની પત્ની ઘરે કોઈને કશુંકહ્યા વગર ગુમ થઈ ગયેલ જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા પત્ની ગુમ થઈ હોવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરતા ગુમ થયેલ મહિલાની સુરતથી ભાળ મળી હતી અને ત્યાં તેણીના બહેનપણીને ત્યાં રહેવા ચાલી ગઈ હોય અને પતિ સાથે નથી રહેવુ તેવો મામલો સામે આવેલ છે..!

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોટી વાવડી ગામના રહેવાસી અને હાલમાં લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી-એલ ૪ બ્લોક નંબર ૩૦૩ માં રહેતા સુનિલભાઈ ગીરીશભાઈ દવે જાતે બ્રાહ્મણ (૪૭ )એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની અંબિકાબેન સુનિલભાઈ દવે જાતે બ્રાહ્મણ (૩૪) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ.જણાવ્યું હતુ કે, ગત તા.૨૧/૧૨/૨૩ ના રોજ સવારના પોણા બાર વાગ્યાના અરસામાં અંબિકાબેન દવે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ત્રણ સંતાનોને મુકીને નીકળી ગયા હતા.તેઓ ઘરે પરત આવેલ ન હોય તેમજ તેણીનો કોઈ જગ્યાએથી પતો લાગેલ ન હતો.જેથી સુનિલભાઇ દવેએ જાણ કરતા પોલીસે ગુમસુધા ફરિયાદ લીધી હતી અને તેની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા હતા.દરમ્યાનમાં સામે આવ્યું હતું કે મોરબીના સિરામિક સિટીમાંથી ગુમ થયેલા અંબિકાબેન ગત તા.૨૧-૧૨-૨૩ ના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ તેઓ તા.૧-૨-૨૪ ના રોજ સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને ત્યાં તેઓએ પોલીસને નિવેદન આપ્યું હતું કે તેઓ પોતાના પતિ સુનિલભાઈ દવેની સાથે રહેવા માંગતા નથી અને હાલ અહીં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ યોગી દર્શન સોસાયટીમાં રહેતી તેમની સહેલી ધારાબેન પીન્ટુરાજ ઘનશ્યામસિંહ પરમારની સાથે રહેવા માંગે છે..! આ બાબતે સુરતથી જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આ અંગે અંબિકાબેનના પરિવારજનોને આ બાબતે જાણ કરી હતી.

સર્કિટ હાઉસ પાસે રમકડા વેચનારા લોકો વચ્ચે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે ફૂટપાટ ઉપર રહીને રમકડા તથા અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા લોકોનો સતત ત્યાં અડીગો જમાવેલો હોય છે અને છાશવારે ત્યાં મારામારી-ઝગડાના બનાવો બને છે આવો જ બનાવ મોરબીના સર્કિટ હાઉસ પાસે બન્યો હતો જેમા નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ઈજા પામેલા નયનાબેન જગદીશભાઈ ચાડમિયા (૪૫) હાલ રહે.માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ નજીક સામાકાંઠે મોરબી-૨ ને માથાના ભાગે મુઢ ઇજાઓ થઈ હતી તેથી સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા અને સામેના પક્ષેથી વિક્રમભાઈ મગનભાઈ વોમજી (૩૦) હાલ રહે.સર્કિટ હાઉસ પાસે માળિયા ફાટક નજીક વાળાને પણ મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો.આ બંને બાબતોએ હોસ્પિટલેથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ મારામારીના બનાવની તપાસ કરી હતી.






Latest News