મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

તળાજાના બનાવ સંદર્ભે મોરબી જિલ્લા મચ્છોયો આહિર સમાજ તથા રામબાઈ માઁની જગ્યા દ્વારા જાહેર ખુલાસો


SHARE









તળાજાના બનાવ સંદર્ભે મોરબી જિલ્લા મચ્છોયો આહિર સમાજ તથા રામબાઈ માઁની જગ્યા દ્વારા જાહેર ખુલાસો

મોરબીના વવાણીયા ગામે આવેલ રામબીઈ માતાજીની જગ્યાના રામજી મંદિરના પ્રમુખ તેમજ શ્રી મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ દ્વારા લેખિતમાં જાહેર જાણ કરવામાં આવેલ છે કે, તળાજા મુકામે લગ્ન સમારોહમાં આહીર સમાજના વ્યક્તિ દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી સમગ્ર ગઢવી-ચારણ સમાજ અને સોનલ માતાજી વિશે એલફેલ બોલનાર વ્યક્તિ સાથે સમગ્ર આહીર સમાજને કોઈ લેવા દેવા ન હોય તે બાબત જે તે વ્યક્તિની ભુલ છે.ગઢવી-ચારણ સમાજ અને આહિર સમાજનો મામા-ભાણેજનો સંબંધ રહ્યો છે અને રહેશે તેમાં કોઇ બેમત નથી.

સૌરાષ્ટ્રના તળાજા મુકામે સમુહલગ્નના એક પ્રોગ્રામમાં ચારણ સમાજ વિરૂદ્ધનાં શબ્દો કોઈ એક વ્યકિત બોલે છે એવા વિડીયો સોશિયલ મીડિયામાં જોવા અને સાંભળવા મળેલ છે.ત્યારે ખુલાસા સાથે જણાવવાનું કે આહિર સમાજ અને ચારણ સમાજનાં મામા-ભાણેજનાં સંબંધ છે એટલે ચારણ સમાજ વિશે બોલનાર વ્યકિતનાં તે વ્યકિતગત વિચાર હોઇ શકે છે તે વાતને આહિર સમાજને કોઈ લેવા દેવા નથી.શ્રી મોરબી જીલ્લા મચ્છોયા આહિર સમાજ અને તેના સહુ આગેવાનો આ ઘટનાને વખોળી કાઢીએ છીએ.તેમજ આહિર સમાજ અને ચારણ સમાજ સહુ એક સાથે છીએ, બંને સમાજ મામા-ભાણેજનાં સંબંધથી જોડાયેલા હતા અને કાયમ રહીશું.તેમ રામજી મંદિર રામબાઈ માતા મંદિર વવાણીયાના પ્રમુખ જશુભાઈ રાઠોડ તેમજ શ્રી મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ જયદિપભાઇ હુંબલએ યાદીમાં જણાવેલ છે.




Latest News