મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે શ્રીરામ કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ, ૨૩ તારીખે ૧૦૮ રાંદલના લોટા


SHARE









મોરબીના રામધન આશ્રમે શ્રીરામ કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ, ૨૩ તારીખે ૧૦૮ રાંદલના લોટા

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ, મહેન્દ્રનગરના ભક્તો તેમજ આજુબાજુની સોસાયટીના ભક્તો, આશ્રમના સેવક સમુદાય દ્વારા તા.૧૭ ફેબ્રુઆરીથી મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ ખાતે શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા. ૧૭-૨ ને શનિવારે બપોરે ૨ કલાકે પોથીયાત્રા નીકળી હતી. જે રામજી મંદિર મહેન્દ્રનગરથી રામધન આશ્રમ ખાતે પહોંચા હતી.તેમજ કથા વિરામ તા.૨૫ ફેબ્રુઆરીના રોજ થશે.કથા દરમિયાન શિવ વિવાહ, શ્રીરામ પ્રાગટ્ય, રામસીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર સ્થાપન સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે.

 

શ્રી રામકથાના મુખ્ય યજમાન તરીકે શ્રી ઉમિયા માતાજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન થશે.બાળ વિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી રહેશે તેમજ તા.૨૩ ના રોજ ૧૦૮ લોટા રાંદલ તેમજ યજ્ઞપવિત કાર્યક્રમ યોજાશે.જેનો લાભ લેવા શ્રી રામધન આશ્રમ તરફથી મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News