મોરબીના ડો.વિરલભાઈ લહેરૂ ડોક્ટર બનવા છતાં પણ પોતાની પ્રાથમિક શાળાને નથી ભુલ્યા
વાંકાનેરના માટેલ રોડે બે બાઈક સામસામે અથડાયા: બે યુવાન પૈકી એકનું ઘટના સ્થળે મોત એકને રાજકોટ ખસેડાયો
SHARE
વાંકાનેરના માટેલ રોડે બે બાઈક સામસામે અથડાયા: બે યુવાન પૈકી એકનું ઘટના સ્થળે મોત એકને રાજકોટ ખસેડાયો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામ નજીક માટેલ રોડ ઉપર આવેલ વિકાસ હોટલની પાસે ગત તા.૧૧-૨ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બે બાઇક સામસામાં અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ બે યુવાન પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ઇજા પામેલ એક યુવાનને રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવામાં મળેલ છે.હાલ મૃતક યુવાનના પિતા દ્વારા સામેના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
વધુમાં પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ગત તા.૧૧-૨ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ ગામે માટેલ રોડ ઉપર આવેલ વિકાસ હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માટેલ રોડ ઉપરથી જઈ રહેલ બાઈકની સાથે સાઈડ હોટલ બાજુથી આવેલ બાઈક ટકરાયું હતું.જે અકસ્માત બનાવમાં મૂળ સુરેન્દ્રનગરના અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા સાહિલ અશોકભાઈ ચીહલા નામના ૧૮ વર્ષના યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.જેથી તેના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને સામેના બાઇકમાં રહેલ પર પ્રાંતીય મજુર રામકુમાર બચુભાઈ કશ્યપ (ઉમર ૨૨) રહે.રેડ સ્ટોન સીરામીક ઢુવા રોડ વાંકાનેર હાઇવે મોરબી મૂળ ઉત્તરપ્રદેશ વાળાને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જો કે તેને અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાં જાણ કરી હતી.
દરમ્યાનમાં લીંબડી તાલુકાના નટવરગઢ ગામના રહેવાસી મૃતક સાહિલના પિતા અશોકભાઈ બબાભાઈ ચીહલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથરે બાઈક નંબર યુપી ૮૦ ઈએસ ૦૯૪૯ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, ગત તા. ૧૧-૨ ના રોજ સાંજના સુમારે તેમના દિકરા સાહિલના ફોનમાંથી ફોન આવ્યો હતો.જેમાં માટેલ રોડ પર અકસ્માત થયો હોવાની માહિતી આપવામાં આવી હતી.જેથી પોતે મોરબી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.ત્યાં પહોંચીને વધુમાં જાણવા મળ્યું હતું કે, હસમુખભાઈ નામની વ્યક્તિએ તેમના દિકરાના ફોનમાંથી વાત કરી હતી કે તેઓ અને રાજેશભાઇ બંને સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ફરિયાદી અશોતભાઇનો દિકરો સાહિલ ગંભીરપણે ઘવાયેલ હાલતમાં રોડ ઉપર પડ્યો હતો અને તેનું બાઈક જીજે ૧૩ એએલ ૩૩૯૪ સાઈડમાં પડ્યું હતું.તેમજ સામેના બાઈકમાં જે હિન્દી ભાષી યુવાન હતો તે પણ સાઈડમાં બેઠો હતો જેનું બાઈક નંબર યુપી ૮૦ ઈએસ ૦૯૪૯ સાઈડમાં પડ્યું હતું.
ફરિયાદી અશોકભાઇએ વધુમાં પોલીસને જણાવ્યું હતુ કે તેમનો દિકરો સાહિલ તેનું બાઈક લઈને માટેલ તરફથી આવતો હતો ત્યારે હિન્દી ભાષી ઇસમ તેનું બાઈક લઇને અચાનક જ વિકાસ હોટેલ પાસેથી નીકળ્યો હતો અને આગળ પાછળ જોયા વગર એકદમ અચાનક રોડ ઉપર આવી જતા ફરિયાદીના દિકરા સાહિલના બાઈક સાથે અથડાયો હતો જે અકસ્માત બનાવમાં ફરિયાદીના દિકરા સાહિલ ચિહલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજયુ હતું.હાલ પોલીસે બાઈક નંબર યુપી ૮૦ ઈએસ ૦૯૪૯ ના ચાલક કે જેણે આજુબાજુ જોયા વગર રોડ ઉપર અચાનક આવીને અકસ્માત સર્જયો અને સાહિલનું મોત નિપજાવ્યુ તે બાબતે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીની પંચાસર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થતા રોનક નરભેરામભાઈ વાઘડિયા (ઉમર ૨૮) રહે.ઉમા રેસીડેન્સી રવાપર રોડ મોરબી વાળાને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે બાબતે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ સ્ટાફે બનાવની નોંધ કરીનો આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે માળિયા(મિં.)ના નવા અંજીયાસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સલીમ જુસબભાઈ જગ્યા નામના 25 વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો