મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ડમ્પર ઊંચું કરતા વીજ લાઈનને અડકીને આગ લાગતા નાસભાગ, ફાયર વિભાગે આગ કાબુમાં લીધી


SHARE









મોરબીમાં ડમ્પર ઊંચું કરતા વીજ લાઈનને અડકીને આગ લાગતા નાસભાગ, ફાયર વિભાગે આગ કાબુમાં લીધી

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન જતા રસ્તે એક ડમ્પરમાં આગ લાગી હતી અને તેની જાણ થતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને આગ ઉપર કાબુ મેળવી હતી.જાણવા મળતી વિગત્તો પ્રમાણે મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર જતા રોડ ઉપર આવેલ લક્ષ્મી કાંટાની પાસે ડમ્પર ખાલી કરવાનું હોવાથી ડમ્પરની પાછળની ટ્રોલીનો ભાગ ઉંચો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન તે લોખંડને ટ્રોલી ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી જતા ડમ્પરના ટ્રોલીના નીચેના ભાગે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તાત્કાલિક આ બાબતની મોરબી પાલિકા સંચાલિત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદભાગ્યે આ બનાવમાં કોઈને ઈજા કે જાન હાની થવા પામી નથી.




Latest News