મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની લીલપર ચોકડી પાસે મારામારી: બંન્ને પક્ષેથી મહિલા સહિત કુલ ચાર ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE









મોરબીની લીલપર ચોકડી પાસે મારામારી: બંન્ને પક્ષેથી મહિલા સહિત કુલ ચાર ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબી ની લીલાપર ચોકડી પાસે આવેલ પેપરમીલ સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને ઇજા થઇ હકી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ લખધીરનગર (નવાગામ)ના રહેવાસી અશોકભાઈ નાથાભાઈ જીંજવાડીયા(૩૫), સંગીતાબેન અશોકભાઈ ઝિંઝવાડીયા (૨૫),  લાલજીભાઈ નાથાભાઈ જીંજવાડીયા (૨૭) તેમજ સામા પક્ષેથી સતીશ બટુકભાઈ જોગડીયા (૨૬) નામના ચાર વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેપરમીલની સામેના ભાગમાં રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો અને જેમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓને બંને પક્ષેથી ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા જો મારામારી કયા કારણોસર થઈ હતી તે દિશામાં આગળની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવશે

ઝેરી દવા

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતા શોભનાબેન પ્રકાશભાઈ (૪૫) નામના મહિલાએ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સામેના ભાગમાં ઝેરી દવા પી લીધી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાનું નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News