મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ઝેરી દવા પી જતાં મોરબીની હોસ્પિટલમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE









ઝેરી દવા પી જતાં મોરબીની હોસ્પિટલમાં ખસેડાયેલ યુવાનનું મોત

કચ્છ જિલ્લાના નાનીરવ ગામના રહેવાસી યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ જેથી મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ કચ્છ જિલ્લામાં બનેલો હોવાથી ત્યાં સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના નાનીરવ ગામના રહેવાથી કાનજીભાઈ માંડણભાઈ કોળી (૪૭) નામનો યુવાન તા ૧૬/૨ ના રોજ સવારે ૯;૩૦ વાગ્યાના અરસામાં ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે ત્યાંથી મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે સારવાર હેઠળ હતો દરમિયાન તા ૧૭/૨ ના રોજ રાતના દસેક વાગ્યાના અરસામાં તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબીને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જે બનાવની પ્રાથમિક તપાસ મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો કચ્છ જિલ્લામાં બનેલો હોવાથી ત્યાં સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટે કવાયત કરી છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ધણકભાઈ માંગડીયા (૩૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે ચરાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News