મોરબી તાલુકામાં ટીબીની સારવારમાં રહેલ યુવાનનું મોત: મૃતકના પરિવારને શોધવા તજવીજ
મોરબીમાં કામ દરમિયાન મશીનના બેલ્ટમાં હાથ આવી જતા તેમજ મારામારીમાં ઘવાયેલ બે યુવાનનોને સારવારમાં રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીમાં કામ દરમિયાન મશીનના બેલ્ટમાં હાથ આવી જતા તેમજ મારામારીમાં ઘવાયેલ બે યુવાનનોને સારવારમાં રાજકોટ ખસેડાયા
મોરબીના બે જુદાજુદા બનાવમાં ઈજા પામેલ યુવાનોને વધુ સારવાર માટે રાજકોટ મોકલેલ છે.મોરબીના ચકમપર ગામ પાસે આવેલ કારખાનામાં કામ દરમિયાન મશીનના પટ્ટામાં હાથ આવી જતા ઇજા પામેલ મજૂરને તેમજ મોરબીના રફાળેશ્વર ગામે થયેલ મારામારીમાં માથાના ભાગે ઘવાયેલ યુવાનને એમ બે યુવાનોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
આ બાબતે પોલીસ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના ચકમપર ગામ પાસે આવેલ નીતિ બાયો ફેક્ટરી નામના યુનિટમાં ગત તા.૧૫-૨ ના બપોરના બે વાગ્યાના અરસામાં યુનિટમાં કામ દરમિયાન મશીનના પટ્ટામાં હાથ આવી જવાથી બલ્લુ રામસિંગ નામના ૨૩ વર્ષના ત્યાં જ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.આ બાબતે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા પ્રવીણભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં ગત તા.૧૫-૨ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.આ બાબતે હોસ્પિટલેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.
મારામારીના ત્રણ બનાવોમાં ઈજાગ્રસ્તો સારવારમાં
મોરબીના નવલખી ફાટકથી આગળ આવેલ ઓવરબ્રિજ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં વિજય લાલજીભાઈ વાઘેલા દેવીપુજક નામના ૨૫ વર્ષના યુવાનને ઈજાઓ થતા મધુબેન દ્વારા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ નોંધ કરી તપાસ હાથ ધરી હતી.તેમજ મારામારીનો બીજો બનાવ મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે પાણીના ટાંકા નજીક બન્યો હતો.જેમાં મારામારીમાં ઘવાયેલા શંકરભાઈ શિવાભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલએ લવાયો હતો.જે બાબતે સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા હિતેશભાઈ મકવાણાએ તપાસ કરી હતી.જ્યારે મારામારીનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે બન્યો હતો.જેમાં જાંબુડીયા ગામે રહેતા દુર્ગાપ્રસાદ નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં મોળી રાત્રીના ઇજાઓ પહોંચી હોય તેને પણ સરકારી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો અને આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણ થતા મહેશભાઈ કાંગરાએ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં બે ને ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર નવા જાંબુડીયા પાસે નવા બની રહેલા આરટીઓ પાસે સર્વિસ રોડ ઉપરથી બાઈકમાં જતા બે લોકોને બોલેરોના ચાલકે હડફેટે લીધા હતા જે બનાવમાં ધાંગધ્રાના નારીચાણા ગામના પિયુષ વિઠ્ઠલભાઈ નાયક (૨૨) અને રાકેશ ઘોઘાભાઈ ઠાકોર (૨૧) ને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા જે સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ કરાઈ હતી.
એસિડ પી જતા સારવારમાં
મોરબી તાલુકાના બાદનપર (આમરણ) ગામે રહેતા દિશાબેન રાજેશભાઈ ધરમશીભાઈ કટેલીયા નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના ઘરે એસિડ પી લીધું હતું જેથી તેને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવી હતી.ત્યાંથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને જેમાં ભોગ બનનારનું નિવેદન લેતા તેણી ભૂલથી એસીડ થઈ ગઈ હોવાની પોલીસને કેફીયત આપી હતી.