મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવનના નિર્માણ માટે મોરબીમાં પાટીદારોની મહાસભાનું આયોજન


SHARE









અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવનના નિર્માણ માટે મોરબીમાં પાટીદારોની મહાસભાનું આયોજન

અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવેલ છે જેથી કરીને હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાંથી રામ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના કડવા પાટીદાર ભાઈઓ તેઓના પરિવાર સાથે ત્યાં જશે તેને ધ્યાને રાખીને મોરબીમાં પાટીદારો દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે

દેશના વડાપ્રધાના નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૨ જાન્યુઆરીના રોજ યોજાયો હતો ત્યાર બાદ ત્યાં અત્યાર સુધીમાં લોકો ભગવાન રામના દર્શન કરવા માટે ગયા છે અને આગામી સમયમાં લોકોની ત્યાં ભીડ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આ પવિત્ર ભૂમિ ઉપર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર ભાઈઓ તેમના પરિવાર સાથે જાય ત્યારે તેમણે રહેવા અને ભોજન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવાં આવી રહ્યું છે તેના ભાગરૂપે અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તેનાં માટે મોરબીમાં આવેલ કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર રોડ ખાતે આગામી તા ૨૧ ના રોજ ૮:૩૦ કલાકે મહાસભાનું આયોજન કરેલ છે. અને ત્યાં એક કલાક સુધી રામ ધુન રાખવામા આવી છે ત્યાર બાદ મહાસભા યોજાશે




Latest News