મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં વજનદાર વસ્તુ હેઠળ દબાઈ જતા યુવાન સારવારમાં, ઊંચાઈએથી પટકાયેલ યુવાનને પણ સારવારમાં ખસેડાયો 


SHARE









મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં વજનદાર વસ્તુ હેઠળ દબાઈ જતા યુવાન સારવારમાં, ઊંચાઈએથી પટકાયેલ યુવાનને પણ સારવારમાં ખસેડાયો 

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલા બેલા ગામે કારખાનાની અંદર કામ દરમિયાન વજનદાર વસ્તુની નીચે દબાઈ જવાથી મજૂર યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો તે રીતે જ અન્ય એક કારખાનાની અંદર ઊંચાઈએથી (બીજા માળેથી) નીચે પટકાયેલા મજૂર યુવાનને સારવાર માટે ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલા બેલા ગામ નજીક ખોખરા હનુમાન જતા રસ્તે અલાઇવ ગ્રેનાઈટો નામના કારખાનાની અંદર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કામ દરમિયાન વજનદાર વસ્તુની હેઠળ દબાઈ જવાથી મંગલસિંહ ભાઈલાલભાઈ બારેલા નામના ૨૩ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ જેતપર રોડ ઉપર બેલા (રંગપર) ગામે આવેલ સ્કાયમેકસ સેનેટરીવેર્સ નામના યુનિટમાં બન્યો હતો જેમાં ગત તા.૧૬-૨ ના રાત્રીના અઢી વાગ્યાના અરસામાં બીજા માળેથી નીચે પટકાયેલા સંજયભાઈ કિશ્કુભાઈ ભુરાઈ નામના ૨૨ વર્ષના મજૂર યુવાનને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જે સંદર્ભે હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા આ બનાવ સંદર્ભે પણ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના સનાળા ગામે પ્રવીણભાઈની વાડીએ ઓરડી પાસે દવા પી જવાથી રાજુભાઈ બદરીભાઈ ભાંભર નામના ૨૪ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરીને તપાસ કરી હતી.

બીમારી સબબ મોત

મોરબીના રવાપર ગામે રહેતા રતિભાઈ પલ્લાભાઈ ચાવડા નામના ૫૦ વર્ષના આધેડને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અને જ્યાં તેઓનું મોત નિપજયુ હતું.આ બનાવ અંગે હોસ્પિટલેથી યાદી આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.




Latest News