મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથેના ઘર કંકાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી


SHARE









મોરબીમાં પતિ સાથેના ઘર કંકાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ સાથેના ઘર કંકાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટ શેરી નં-૫ માં રહેતા સાદીયાબેન અફઝલભાઇ ઈમાની (૨૪) તેમની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હોય તેમની પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ પરિણીતાએ ઘરે પતિ સાથેના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર ગાળા ગામના પાટીયાથી બે કિલોમીટર સાપર બાજુ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્ત થયેલા મનોજભાઈ (ઉમર ૨૫) અને મંગળભાઈ તટેરા (ઉંમર ૨૫) બંને રહે. ફીનોલેક્ષ સીરામીક મોરબી વાળાને ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરાઈ હતી.

ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા હાર્દિકભાઈ રતિભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ પાસેથી વાહનમાં જતા સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવમાં ઈજા થતાં હાર્દિકને સારવારમાં ખસેડાવ્યો હતો.

વાહન અકસ્માતના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન અકસ્માત ફેટેલના બનાવમાં એક વ્યક્તિનું મોત થયુ હતું જે બનાવે અંગે નોંધેલ ફરિયાદ આધારે તપાસ કરીને તાલુકા પોલીસ મથકના નવ નિયુક્ત પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા રાઇટર દ્વારા મુકેશભાઈ ગુલાબભાઈ ઠાકોર કોળી (૩૧) રહે.મહેન્દ્રનગર શીતળા માતા મંદિર વિસ્તાર સામાકાંઠે મોરબી-૨ ની અકસ્માત બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.




Latest News