મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતી મહિલાએ ઘરમાં અંતિમ પગલુ ભરી લેતા મોત નિપજયુ


SHARE













મોરબીના રવાપર રોડે વિજયનગરમાં રહેતી મહિલાએ ઘરમાં અંતિમ પગલુ ભરી લેતા મોત નિપજયુ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર-૧ ગાયત્રીનગર પાછળ રહેતા મહિલાએ પોતાના ઘરે બીમારીથી કંટાળીને એસિડ પી લીધું હતું જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક મહિલાના પતિ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર-૧ ગાયત્રીનગર પાછળ રહેતા ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કુણાપરા જાતે પટેલ (૪૫)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે એસિડની બોટલમાંથી અજાણી માત્રામાં એસિડ પી લીધું હતું જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ ધર્મેન્દ્રભાઈ વાલજીભાઈ કુણાપરા (૪૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાને માનસિક તકલીફની બીમારી હતી જેથી કરીને તેને કંટાળીને પોતે પોતાની જાતે એસિડની બોટલમાંથી અજાણી માત્રામાં એસિડ પી લેતા તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News